મેષઃ આપનો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ અનોખી અનુભૂતિ કરાવનાર નીવડશે. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ શીખવામાં વિશેષ રસ લેશો. આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાના પણ યોગ છે. નવા કામની શરૂઆત માટે શુભ સમય નથી. પ્રવાસમાં અણધારી મુશ્કેલીઓ આવી પડે. ક્રોધ અને વાણી પર સંયમ રાખવો. હિતશત્રુઓ આપને હાનિ ન પહોંચાડે તેની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે.
વૃષભઃ આજે આપને દાંપત્યજીવનને વિશેષ માણવાની તક મળે આપ સહકુટુંબ ભેગા બેસીને કોઇ ગેમ રમો અથવા આનંદ આવે તેવી કોઇ પ્રવૃત્તિ કરો તેવી શક્યતા છે. સ્નેહીજનો અને આપ્તજનો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. વિદેશ વસતા સ્નેહીજનના સમાચાર મળે. આકસ્મિક ધન લાભ થાય. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ થાય. સામાજિક તેમજ જાહેર ક્ષેત્રે યશ પ્રતિષ્ઠા મળશે.
મિથુનઃ આજે આપના અધુરાં કાર્યો પૂરા થશે, તેમજ કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આપના મનને પ્રસન્ન રાખશે. તંદુરસ્તી જળવાશે. આર્થિક લાભ થાય. નોકરીમાં વધારે રહે .જેના પર લગામ રાખવી જરૂરી છે, નહીં તો મન દુ:ખના પ્રસંગો બનવાની શક્યતા છે. કર્કઃ દિવસનો પ્રારંભ ચિંતા અને ઉદ્વેગ સાથે થશે પરંતુ કેટલાક કાર્યો પાર પડવાથી અને આપ્તજનો સાથે સમય વિતાવાવથી તમે થોડી વાર પછી માનસિક શાંતિ અને સંતોષ અનુભવશો. આરોગ્યની થોડી કાળજી લેવાની સલાહ છે. નવું કાર્ય શરૂ કરવા માટે હાલમાં ઉતાવળ કરવા જેવી નથી. આકસ્મિક ધનખર્ચની તૈયારી રાકવી. પ્રેમીજનોએ સંબંધોમાં સુલેહ જાળવવા માટે બાંધછોડની નીતિ અપનાવવી પડશે. યાત્રા પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળજો.
સિંહઃ આજે શારીરિક, માનસિક રીતે આપ થોડા અસ્વસ્થ અને બેચેન રહેશો. ઘરમાં સ્વજનો સાથે અણબનાવનો ટાળવા માટે કોઈ મોટી ચર્ચામાં ના પડવું અથવા પોતાની વાત સાચી ઠેરવવાની જીદ છોડવી. માતા સાથે મનદુ:ખ ટાળવા માટે તેમની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. જમીન, મકાન, વાહન વગેરે બાબતોમાં મહત્ત્વના કાગળિયા પર સહીસિક્કા કરવામાં સાવધાની રાખવી. મન ભાવનાઓથી આર્દ્ર બની શકે છે. નકારાત્મક વિચારો મનમાંથી કાઢી નાખવા. કન્યાઃ આજે કોઇપણ અવિચારી પગલું ભરવાથી અટકજો. જો કે કાર્યમાં સફળતા તો તમને મળશે જ. હરીફોને પણ તમે હંફાવી શકશો. ભાઇભાંડુઓ અને પાડોશીઓ સાથેના સંબંધો ખૂબ સારા રહે. આર્થિક લાભ પણ થશે. પ્રિયતમાનો સંગાથ મળશે. જાહેર માન સન્માન મળશે. ચિત્તમાં પ્રસન્નતા રહેશે.
તુલાઃ આપને જક્કી વલણ છોડીને સમાધાન ભર્યું વલણ રાખવાનું સૂચન છે. આપની અનિયંત્રિત વાણી કોઇને મનદુ:ખ કરાવે તેવી શક્યતા છે માટે વાણી અને વર્તન બંનેમાં વિનમ્રતા અને સ્પષ્ટતા વધુ રાખવાની સલાહ છે. દ્વિધામાં અટવાયેલું મન આપને કોઇ ચોક્કસ નિર્ણય પર નહીં આવવા દે ત્યારે બીજાની મદદ લઈને તમે આગળ વધી શકો છો. અગત્યના નિર્ણયો આજે ન લેવાની સલાહ છે. આરોગ્યની કાળજી લેવી.