ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે..? જાણો આજનું રાશિફળ - Aquarius

ન્યૂઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવાર આપના માટે લાભદાયી છે કે નહી અથવા આજે તમારી સાથે શું શું સારુ થશે તે જાણવા વાંચો રાશિફળ.

Rashifal
Rashifal

By

Published : Jul 26, 2020, 9:29 AM IST

મેષઃઆર્થિક અને વ્‍યાવસાયિક રીતે આજનો દિવસ લાભદાયી હોવાનું જણાઈ રહ્યું છે. આર્થિક લાભ મળશે. લાંબાગાળાનું નાણાંકીય આયોજન પણ કરી શકશો. શરીર અને મનથી સ્‍વસ્‍થ રહેશો. મિત્રો અને કુટુંબના સ્‍વજનો સાથે ખૂબ આનંદમાં દિવસ પસાર થાય. વધારે લોકો સાથે સંપર્કમાં રહેવાનું થાય. વેપારીઓ તેમના વેપારનું વિસ્‍તરણ અને આયોજન કરી શકશે. લોકહિતનું કાર્ય આપના હાથે થશે.

વૃષભઃવિચારોની વિશાળતા અને વાણીનો જાદૂ આજે અન્‍યને પ્રભાવિત અને મંત્રમુગ્‍ધ કરશે. લોકો સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. બૌદ્ધિક ચર્ચા કે વાદવિવાદમાં સફળતા મળશે. વાંચન લેખનમાં અભિરૂચિ વધશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. મહેનતના પ્રમાણમાં ઓછી સફળતા મળવા છતાં નિષ્‍ઠાપૂર્વક આપ આગળ વધશો. પાચનતંત્રની સમસ્‍યાથી તબિયત બગડવાની શક્યતા છે.

મિથુનઃઆજે આપની માનસિક ગડમથલ વધુ રહેવાની શક્યતા જણાતા અગત્‍યના નિર્ણયો લેવામાં આપ દ્વિધા અનુભવશો. માતા અને સ્‍ત્રીઓ સંબંધી બાબતમાં વધારે સંવેદનશીલ બનશો. વધુ પડતા નકારાત્મક વિચારોના બદલે કાર્યશૈલીમાં નવીનતા આવે તેવું કંઈક વિચારશો તો આપને વધુ સાનુકૂળતા થશે. અનિદ્રાની સમસ્યા હોય તેઓ સ્વાસ્થ્યની એકાદ ફરિયાદ કરે તેવી પણ સંભાવના છે. શક્ય હોય તો પ્રવાસ ટાળવો. પાણી કે અન્‍ય પ્રવાહી પદાર્થો ભયજનક પુરવાર થઇ શકે છે. જમીન, મિલકત વગેરેની ચર્ચા નિવારવી.

કર્કઃકાર્ય સફળતા અને નવા કામના શુભારંભ માટે આજનો દિવસ સારો રહેશે. મિત્રો તેમજ સ્‍વજનો સાથેની ચર્ચાથી આપ ખુશખુશાલ રહેશો. ભાઇભાંડુઓ સાથે સુમેળ રહે. પ્રિયપાત્રના સાનિધ્‍યથી મન રોમાંચિત બને. આર્થિક લાભ તેમજ સમાજમાં આદર સન્‍માન મળે. વિરોધીઓને પરાજિત કરી શકશો. આજે કોઇ સાથે લાગણીના બંધનમાં બંધાશો.

સિંહઃઆપનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. લાંબાગાળાના આયોજનો આપને દ્વિધામાં મુકશે. કાર્યમાં ધારી સફળતા મેળવવા માટે આયોજન, વૈચારિક નવીનતા અને પરિશ્રમનો સંગમ હોવો જરૂરી છે. પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહે. દૂર વસતા મિત્રો, સ્‍નેહીજનો સાથેનો સંદેશ વ્‍યવહાર લાભદાયી નીવડે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે. ક્રોધ અને અહમ આપનું કામ બગાડી શકે છે માટે શાંતિ રાખવાની સલાહ છે.

કન્યાઃઆપની વાણીનું માધુર્ય નવા સુમેળભર્યા સંબંધો બાંધવામાં અને લાભ આપવામાં ઉપયોગી નીવડશે. વૈચારિક સમૃદ્ધિ વધશે. વેપાર ધંધામાં લાભ સાથે સફળતા મળે. તન મનનું આરોગ્‍ય જળવાશે. મિત્રો, સ્‍નેહીજનો સાથે ચર્ચા થાય, તેમના તરફથી મળેલા ભેટ ઉપહાર આપને પ્રસન્‍ન કરશે. દાંપત્‍યજીવનમાં મધુરતા રહેશે.

તુલાઃઆજે આપે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આપનું મન પણ સહેજ ઉચાટભર્યું રહેશે. આપના બેજવાબદાર વલણને કારણે આપ મુશ્કેલીમાં મુકાઇ શકો છો માટે કામમાં એકચિત્ત રહેવું અને જવાબદારી ઉપાડવાની અને નિભાવવાની તૈયારી રાખવી. વાણીમાં મીઠાશ લાવજો. મનોરંજન અને મોજમસ્તીમાં નાણાં ખર્ચો તેવી શક્યતા છે. આધ્યાત્મિકતા આપને મદદરૂપ સાબિત થશે.

વૃશ્ચિકઃઆપને આજે ધંધા અને વ્યવસાયમાં લાભ થઇ શકે છે. આપ મિત્રો, સગા અને વડીલો તરફથી લાભ મેળવી શકશો. આપ સમાજમાં લોકો સાથે ચર્ચા, કમ્યુનિકેશન તેમજ બીજા પ્રસંગોનું આયોજન વગેરે શક્ય બને. આપનું શરીર અને મન આનંદથી ભરપૂર રહેશે. આપની આવકના સ્રોતમાં વધારો થશે. કુંવારા હોય તેમને લગ્નનો પ્રસ્તાવ મળવાની શક્યતા છે. આપને લગ્ન જીવનમાં આનંદનો અનુભવ થશે.

ધનઃનાણાંકીય આયોજનો તેમજ વેપાર ધંધા માટે આજનો દિવસ ઘણો સારો છે. આપનું કામ સરળતાથી પાર પડશે અને આપને સફળતા મળશે. લોકહીતની ભાવનામાં આજે વધારો થશે. આપનો દિવસ ખુશીમાં પસાર થશે. નોકરી અને વ્યવસાયમાં આપને પદોન્નતિ અને માનપાન મળશે. આપના પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.

મકરઃઆપનો આજનો દિવસ મિશ્ર ફળ આપનારો બની રહેશે. આપ આપના વ્યવસાયમાં તેમજ કાર્યોમાં નવા વિચારો અમલમાં મુકશો. આપની સર્જનશીલતા આપ લેખન અને સાહિત્યની પ્રવૃત્તિઓ દ્વારા બહાર લાવશો. છતાં આપને માનસિક અસ્વસ્થતાનો અનુભવ થશે. આપને શરીરમાં સ્ફૂર્તિનો અભાવ વર્તાશે. સંતાનોની ચિંતા રહ્યા કરે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કે દલીલમાં ન પડો તે હિતાવહ છે.

કુંભઃઆપના મનમાં નકારાત્મક વિચારોને કારણે નિરાશા ઉત્પન્ન થઇ શકે માટે આજના દિવસમાં ખાસ તો વિચારોમાંથી નકારાત્મકતા દૂર કરવી અને શક્ય હોય તો સર્જનશીલતા લાવવી. ગુસ્સો ગળી જઈને વાણી અને વર્તનમાં જેટલી મીઠાશ રાખશો એટલા સંબંધો વધુ ખીલી ઉડશે. સ્વાસ્થ્યની થોડી કાળજી લેવાની સલાહ છે. અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. ભગવાનને યાદ કરવાથી તેમ જ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા આપના મનને શાંતિ મળશે.

મીનઃઆપનો આજનો દિવસ સારી રીતે પસાર થશે. વેપારમાં ભાગીદારી કરવી હોય તો સમય અનુકૂળ છે. આપના દાંપત્યજીવનમાં નિકટતાનો અનુભવ થશે. મિત્રો અને સ્વજનોને પણ મળવાનું મન થાય. પ્રેમીઓ વચ્ચે રોમાન્સ વધશે. જાહેર જીવનમાં આપના માનપાનમાં વધારો થશે.

ABOUT THE AUTHOR

...view details