ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામમાં પ્લાસ્ટિકના ટુકડાઓનો રોડ નિર્માણમાં કરાય છે ઉપયોગ - plastic pollution news

શું તમે ક્યારેય વિચાર્યુ છે, કે પ્લાસ્ટિક થેલીઓના નાના-નાના ટુકડાઓ થકી રોડનું નિર્માણ થઈ શકે અને વધતાં જતાં પ્લાસ્ટિક કચરાનો સરળ નિકાલ કરી શકાય છે. આસામના ગોલપરા જિલ્લાએ આ વિચારને સાર્થક કરી બતાવ્યો છે. પ્લાસ્ટિક કચરાના વધતાં જતાં પ્રમાણ સામે પર્યાવરણને બચાવવા માટેનો આ અભિગમ ખરેખર પ્રશંસાને પાત્ર છે.

Assam: See how these roads are managing plastic waste
Assam: See how these roads are managing plastic waste

By

Published : Feb 1, 2020, 7:57 AM IST

ગોલપારામાં પ્લાસ્ટિક પ્રદૂષણ તો છે જ છે, પણ સાથોસાથ અહીં રોડ નિર્માણની સામગ્રી પણ ખૂટી પડી છે. આ સમસ્યા માટે વહીવટી તંત્ર પણ ઉકેલની શોધમાં છે.

આસામમાં પ્લાસ્ટિકના ટુકડાઓનો રોડ નિર્માણમાં કરાય છે ઉપયોગ

આ શ્રેણીમાં જ સ્થાનિક બાંધકામ વિભાગે નવો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેમાં પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરાશે અને તેનાથી 75 કિલોમીટરની લાંબો રોડ બનાવાશે. તેમાંય વળી 45 કિલોમીટરનો રોડ તો સુરતથી લવાયેલા 37 હજાર કિલોથી વધુ પ્લાસ્ટિકના ઉપયોગથી જ બનશે. જ્યારે અન્ય 30 કિલોમીટરના માર્ગમાં સ્થાનિક કક્ષાએ એકત્રિક કરાયેલા પ્લાસ્ટિક કચરો વપરાશે.

ABOUT THE AUTHOR

...view details