ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફિલ્મી ઢબે પોલીસે બીજા માળથી લગાવી છલાંગ, 2 ડ્રગ્સ તસ્કરોની કરી ધરપકડ - GujaratiNews

નવી દિલ્હી : DSP સંજીવ યાદવે માર્ચ 2016માં કાર્ઇમ બ્રાંચની નાર્કોટિક્સ સેલે મોતી નગર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી તેમણે અજય કુમાર તથા પ્રવીણ કુમાર નામના બે ડ્રગ્સ તસ્કરોની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યા હતા.

ફાઇલ ફોટો

By

Published : Apr 7, 2019, 3:04 PM IST


દિલ્હી પોલીસની સ્પેશિલ સેલ દ્વારા ડ્રગ્સ તસ્કરની ધરપકડ કરી હતી. જે બરેલીથી દિલ્હી તથા NCRમાં ડ્રગ્સ સપ્લાઇ કરતા હતા. પોલીસને જોતાની સાથે જ આરોપીઓ બીજા માળેથી કુદી ગયા હતા.પરતું તેમને પકડવા પોલીસકર્મી પણ તેમની પાછલ કુદી ગયા હતા.

છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવામાં પોલીસ સફળ થઇ હતી. આ આરોપીઓ પર પોલીસે 50 હજાર સુધીનો ઇનામ પણ રાખ્યું હતું. DCP સંજીવ યાદવે માર્ચ 2016માં ક્રાઇમ બ્રાંચની નાર્કોટિક્સ સેલ દ્વારા મોતી નગર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જ્યાથી પોલીસે અજય કુમાર તથા પ્રવીણ કુમાર નામના બે ડ્રગ્સ તસ્કરોને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી પોલીસે મોટી સંખ્યામાં ડ્રગ્સ કબ્જે કર્યો હતો.

આ અંગે NDPS એક્ટ હેઠળ ક્રાઇમ બ્રાંચે મામલો દાખલ કર્યો છે. આ બાબાતની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ આરોપીઓ એક મોટા ડ્રગ્સ સિંડિકેટનો ભાગ છે.જેમણે આ ડ્રગ્સ બરેલીના રહેવાસી પાશિદ ઉર્ફ સાજિદ પાસેથી લીધું હતું.

4 વર્ષથી ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો હતો આરોપીની ધરપકડ કર્યાના થોડા જ સમયમાં પોલીસ આરોપીઓને લઇ દિલ્હી રવાના થઇ હતી. પોલીસ દ્વારા પુછપરછ કરવા પર આરોપીઓએ જણાવ્યું કે તેઓ લગભગ 5 વર્ષથી ડ્રગ્સ સ્પલાઇ કરી રહ્યા છે. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details