ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી બોલીવુડને લાયક, લટકા-ઝટકા કરવામાં છે માહેર: અશોક ગેહલોત - बीकानेर में अशोक गहलोत

બીકાનેરઃ મુખ્યપ્રધાન અશોક ગેહલોતે બાકાનેરના સીતારામ ભવનમાં કોંગ્રેસી કાર્યકર્તાઓના સંવાદ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તે દરમિયાન કાર્યકર્તાઓને સંબોધિત કરતા ગેહલોતે મોદી પર એવા પ્રહારો કર્યા કે ત્યાં સભામાં હાજર કોંગ્રેસીઓએ મોટા અવાજો કર્યા.

rajsthan

By

Published : Apr 8, 2019, 1:43 PM IST

બીકાનેર પ્રવાસ પર આવેલા મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, વડા પ્રધાન સિવાય જો મોદી બૉલીવુડમાં હોત તો સારુ નામ કમાઈ શકત અને પોતાની સાથે દેશનું નામ પણ રોશન કરી શકત. મોદી લટકા ઝટકા સારા મારી લે છે.

મોદી બોલાવુડને લાયક છે: અશોક ગેહલોત

ગેહલોતે મોદી પર પ્રહારો કરતા કહ્યું કે, તે હીરો-હીરોઈનની સાથે ખલનાયકની ભૂમિકા પણ સારી રીતે નિભાવી શકે છે, કારણ કે હકિકતમાં તે કઈ કરતા નથી અને ફિલ્મોમાં દેખાતું પણ હકીકતમાં હોતું નથી. મોદી કેટલું જુઠુ બોલે છે. તેનું પણ એક ઉદાહરણ છે કારણ કે તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે, શ્યામા પ્રસાદ મુખર્જીનું નિધન લંડનમાં થયું હતું અને તેમના મૃતદેહને નેહરુએ દેશમાં આવવા નહોતો દીધો, જ્યારે પૂરી દુનિયા જાણે છે કે શ્યામા પ્રસાદ મુખર્જીનું નિધન કાશ્મીરમાં થયું હતું.

ગેહલોતે મોદી પર કટાક્ષ બાદ સભામાં હાજર કોંગ્રેસીઓએ તાળીઓ પાડી અને હસી મજાક પણ ઉડાવી. તે દરમિયાન ગેહલોતે PM મોદીને આડે હાથ લેતા કહ્યું કે, મોદી તેના જુઠાણા અને ગપસપ માટે જાણીતા બન્યા છે. સોશિયલ મીડિયા પર જે રીતે જુઠ ફેલાવી રહ્યા છે. તેમને જનતા સમજી ચુકી છે. ગેહલોતે કહ્યું કે, આ સંચાર ક્રાંતિ રાજીવ ગાંધીની દેન છે અને રાજીવ ગાંધીએ દેશના વિકાસ માટે ઘણું કર્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ ગુજરાત મૉડેલની વાત કરે છે, પરંતુ તે પૂરી રીતે જુઠુ છે.

ગેહલોતે જણાવ્યું કે, કોંગ્રેસે દેશનો વિકાસ કર્યો છે અને મોદી 70 વર્ષમાં કઈ નહી હોવાની વાત કરતા આપણા દેશના વૈજ્ઞાનિકો, ડૉક્ટર્સ, એન્જીનિયર્સની સક્ષમતા પર સવાલ ઉભો કરી રહ્યા છે. 70 વર્ષ પહેલા જ્યારે હું અને મોદી જન્મ્યા પણ નહોતા ત્યારે દેશમાં વીજળી-પાણી કઈ સ્થિતિ હતી અને આજે કઈ છે તે જાણતા જ ખબર પડે કે 70 વર્ષમાં દેશમાં કેટલો વિકાસ થયો છે.

ABOUT THE AUTHOR

...view details