નવી દિલ્હી: કોરોનાને કારણે દેશની ઘણી જેલોમાંથી કેદીઓને મુક્ત કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ આસારામ બાપુને મુક્ત કરવાની માંગ કરી છે. તેમણે દુષ્કર્મના કેસોમાં સજા ભોગવી રહેલા આસારામની ઉંમર અને માંદગીને લઇને તેને મુકત કરવાની વાત કરી છે.
સુબ્રમણ્યમ સ્વામીએ આસારામને જેલમાંથી મુક્ત કરવાની માગ કરી
કોરોનાને કારણે દેશમાં ઘણા કેદીઓને છોડવામાં આવી રહ્યા છે. ત્યારે ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ આસારામ બાપુને મુક્ત કરવાની માગ કરી છે.
સુબ્રમણ્યમ સ્વામીએ સોમવારના રોજ એક ટ્વિટ કર્યું કે, જો દોષી કેદીઓને છોડવામાં આવે છે તો "85 વર્ષીય બિમાર આસારામ બાપુને પહેલા મુક્ત કરવા જોઈએ." સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી કરી હતી. તેમજ કોરોના વાઇરસને કારણે જેલોની વ્યવસ્થા અંગે સવાલ ઉઠાવ્યા હતા. જેમાં ક્ષમતા કરતાં વધારે કેદી હોય તો પેરોલ પર મુક્ત કરવાનું સૂચન આપ્યું હતું. ત્યારે સુબ્રમણ્યમ સ્વામીએ પણ આસારામને મુક્ત કરવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, જોધપુરની નજીક આવેલ આસારામના આશ્રમમાં રહેતી સગીર યુવતીએ આસારામ પર બળાત્કારનો આરોપ મૂકયો હતો. 31 ઓગસ્ત 2013 ના આસારામની ઇન્દોરથી અટકાયત કરવામાં આવી હતી. તેમજ 25 એપ્રિલના રોજ જોધપુરની કોર્ટે તેઓને દોષી ગણાવ્યા હતા. ત્યારથી આસારામ જેલમાં છે.