લોકસભામાં AIMIM ચીફ અસદુદીન ઓવૈસીના શપથ ગ્રહણના સમયે સંસદમાં હંગામો જોવા મળ્યો હતો. જેમ કે ઓવૈસી તેની સીટ પરથી ઉભા થઇને શપથ માટે આવ્યા ત્યારે સતાધારી પક્ષના સાસંદોએ ભારત માતા કી જય અને જય શ્રી રામના સ્લોગન ઉચ્ચાર્યા હતા.
શપથમાં લાગ્યા જય શ્રીરામના નારા, ઓવૈસીએ પણ અલ્લાહ-હુ-અકબર ઉચ્ચાર્યું - oath
નવી દિલ્હી: AIMIMના ચીફ અને હૈદરાબાદના સાંસદ બનેલા અસદુદીન ઓવૈસીએ સાંસદ પદના શપથ લીધા હતા. ઓવૈસી શપથ ગ્રહણ માટે જ્યારે તેની સીટ પર ગયા ત્યારે ભાજપાના કેટલાક સાંસદોએ જય શ્રી રામ અને વંદે માતરમના સ્લોગનો ઉચ્ચાર્યા હતા. તેના જવાબમાં ઓવૈસીએ પણ હાથ ઉપર કરી જવાબ આપ્યો હતો. ત્યાર બાદ તેઓએ શપથ પુરા કર્યા અને અંતમાં જય ભીમ, જય મીમ, અલ્લાહ-હૂ-અકબર અને જય હિન્દના સ્લોગન ઉચ્ચાર્યા હતા.
આ ઉપરાંત લોકસભામાં શપથ લેતી વખતે સમાજવાર્દી પાર્ટીના સાંસદ શફીકુરેહમાન બર્કે કહ્યું હતુ કે તે વંદે માતરમ બોલવાનું અનુકરણ કરશે નહી. શફીકુરેહમાનના શપથ બાદ લોકસભામાં હંગામો થયો હતો. અને સંસદમાં હાજર અન્ય સાંસદોએ 'વંદે માતરમ' ના સ્લોગન ઉચ્ચાર્યા હતા. શફીકુરેહમાન બર્ક તેના શપથ લીધા બાદ કહ્યુ 'જ્યાં સુધી વંદે માતરમનો સંબંધ છે, તે ઇસ્લામના વિરૂદ્ધ છે, અમે તેનુ અનુકરણ નહીં કરી શકીએ.'
હૈદરાબાદના સાંસદ ઓવૈસીને જ્યારે આ ઘટના મામલે પુછવામાં આવ્યુ તો તેને ચીમકી ઉચ્ચારી હતી. ઓવૈસીએ કહ્યું કે એવુ લાગી રહ્યુ છે કે મને જોઇને જ ભાજપાના લોકોને જય શ્રી રામની યાદ આવી હશે. જો એવુ છે તો સારી વાત છે અને મને તેનાથી કોઇ પ્રોબ્લેમ નથી. પરંતુ અફસોસ એ વાતનો છે કે તેને બિહારમાં થયેલ બાળકોના મોતની યાદ ન આવી.