ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજધાની દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે ગાદી સંભાળી

દિલ્હીમાં 12 જાન્યુઆરીના રોજ આવેલા ચૂંટણી પરિણામમાં રાજધાની દિલ્હીમાં હેટ્રીક કરી અને આપની કેજરીવાલ સરકારે સત્તા મેળવી હતી. જેના પગલે ગત રોજ મુખ્યપ્રધાન કેજરીવાલે શપથ લીધા હતાં, જ્યારે આજે રાજધાની દિલ્હીમાં મુખ્યપ્રધાને પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.

રાજધાની દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે ગાદી સંભાળી
રાજધાની દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે ગાદી સંભાળી

By

Published : Feb 17, 2020, 2:52 PM IST

Updated : Feb 17, 2020, 3:00 PM IST

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં 8 જાન્યુઆરીના રોજ મતદાન યોજાયુ હતું. જેનું પરિણામ 11 જાન્યુઆરીના રોજ આવ્યું હતું. જેમાં AAPએ બાજી મારી અને રાજધાનીમાં હેટ્રીક નોંધાવી હતી.

કેજરીવાલની AAP પક્ષ 63 બેઠક સાથે મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. આ તકે ગત રોજ કેજરીવાલે મુખ્ય પ્રધાન પદના શપથ લીધા હતા, ત્યારબાદ આજ રોજ મુખ્યપ્રધાન કેજરીવાલે ચાર્જ સંભાળ્યો હતો અને રાજધાનીમાં વિકાસની કામગીરીનો પ્રારંભ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 11 જાન્યુઆરીના રોજ ચૂંટણીમાં આવેલા પરિણામમાં AAPને 63 જ્યારે ભાજપને ગત ચૂંટણી કરતા 4 બેઠક વધીને 7 બેઠક મળી હતી.

Last Updated : Feb 17, 2020, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details