ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં આવતી કાલથી ખાનગી અને સરકારની 50 ટકા ઓફિસો ખુલ્લી રહેશે

કોવિડ-19ની મહામારી વચ્ચે ચાલી રહેલા લોકડાઉનને લઈ દિલ્હીના મુખ્યપ્રધાને અરવિંદ કેજરીવાલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ સાથે જ લોકડાઉનને તેમણે મહત્વનું પગલું ગણાવ્યું છે.

Etv bharat
cm

By

Published : May 3, 2020, 8:38 PM IST

નવી દિલ્હીઃ કોવિડ-19ની મહામારી વચ્ચે ચાલી રહેલા લોકડાઉનને લઈ દિલ્હીના મુખ્યપ્રધાને અરવિંદ કેજરીવાલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ સાથે જ લોકડાઉનને તેમણે મહત્વનું પગલું ગણાવ્યું છે.

જરૂરી કચેરીઓ ખુલશે

કેજરીવાલે કહ્યું કે, આવતીકાલથી એટલે કે સોમવારથી તમામ સરકારી કચેરીઓ ખુલી જશે. આ ઉપરાંત કચેરીઓમાં 100 ટકા લોકો આવશે. તેમજ બિનજરૂરી સેવાઓ કચેરીમાં નાયબ અધિકારી સુધી 100 ટકા અને 33 ટકા તેનાથી નીચેનો સ્ટાફ હાજર રહેશે.

શાળા કૉલેજો બંધ રહેશે

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે શિક્ષણ સંબંધિત શાળા કૉલેજ સહિત તમામ સંસ્થાઓ બંધ રહેશે. તેમજ ટ્રાન્સપોર્ટ સેવા પણ બંધ રહેશે અને દિલ્હી અંદર પણ પરિવહન સેવા બંધ રહેશે.

ફાર્મા કંપનીને છૂટ

રાજધાની દિલ્હીમાં ફાર્મા કપંની અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ બનાવતા એકમો ખુલ્લા રહેશે. પેકેજિંંગ મટિરિયલ એકમ પણ ખુલ્લુ રહેશે. ઈ-કોમર્સ એક્ટિવિટીમાં માત્ર જરૂરિયાત મુજૂ મંજુરી આપવામાં આવી છે.

લોકડાઉન યોગ્ય પગલું

આ સાથે જ અરવિંદ કેજરીવાલે કહ્યું કે મારુ વ્યકિતગત માનવું છે કે, લૉકડાઉનના સમયનો કોરોના વિરુદ્ધ લડાઈ લડવામાં ઉપોગ કરવો જોઈતો હતો. જેનો આપણે સારો લાભ ઉઠાવ્યો છે. હવે અમે કોરોના સામે લડવા માટે પર્યાપ્ત વ્યવસ્થાઓ કરી લીધી છે અને હોસ્પિટલ પણ તૈયાર કરી લીધી છે.

ABOUT THE AUTHOR

...view details