ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં દરેક બહેન ભાઈને લેવડાવશે શપથ, દુષ્કર્મ વિરુદ્ઘ કેજરીવાલ સરકારની અનોખી પહેલ...

નવી દિલ્હીઃ સીએમ કેજરીવાલએ મહિલા સુરક્ષાને લઇને શુક્રવારના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, સીએમએ કહ્યું કે, મહિલા સુરક્ષા એક મોટો મુદ્દો છે અને મહિલાઓ પોતાના ઘરમાંથી તેની શરૂઆત નહી કરે ત્યા સુધી બદલાવ આવશે નહી, અને સમાજને પણ પોતાની વિચારધારા બદલવાની જરૂર છે.

સ્કુલ અને કોલેજોમાં છોકરાઓને લેવડાવવામાં આવશે શપથ
સ્કુલ અને કોલેજોમાં છોકરાઓને લેવડાવવામાં આવશે શપથ

By

Published : Dec 13, 2019, 7:58 PM IST

પત્રકાર પરિષદના સંબોધનમાં તેમણે કહ્યું, મહિલા સુરક્ષાને લઇને દિલ્હી સરકાર અભિયાન ચલાવશે જેની ક્રાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

છોકરાઓને લેવડાવવામાં આવશે શપથ

સીએમએ કહ્યું કે સ્કુલ અને કોલેજોમાં લોકોને શપથ લેવડાવવામાં આવશે અને એ વાત પણ સમજાવી પડશે કે કોઇ પણ મહિલા કે યુવતી સાથે ખરાબ વર્તન ન કરે અને જો તેઅું કરે તો તેમનો ઘરમાંથી બહાર કાઢવામાં આવશે.

કેજરીવાલએ કહ્યું કે સાચો બદલાવ તો વિચારધારામાં લાવવાની જરૂર છે અને દરેક સરકારી શાળા અને ખાનગી શાળાઓમાં પણ શપથ લેવડાવવામાં આવશે કે, હુ પોતાની જીંદગીમાં કોઇ પણ છોકરી સાથે ખરાબ કામ નહી કરૂ અને દરેક છોકરીઓને પણ કહેવામાં આવ્યું હતુ કે ઘરે જઇને પોતાના ભાઇને સાથે વાત કરે. આવનારો સમય પુરૂષ પ્રધાન નહી પણ મહિલા પ્રધાન થનાર છે.

ABOUT THE AUTHOR

...view details