પેલેસ્ટાઈનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, જે દિવસે પેલેસ્ટાઈન પર ઈઝરાયલનો કબ્જો છે, તે જ રીતે જમ્મુ કાશ્મીરમાં હિન્દુસ્તાનનો કબ્જો હશે, જો તમે ધારા 370ને ખત્મ કરશો. મહેબૂબાએ જમ્મુ કાશ્મીરમાં લાગુ AFSPA કાયદા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે તેમના ટ્વીટર હેન્ડલર પર લખ્યું કે, “મુખ્યપ્રધાનના રૂપમાં મેં AFSPA હટાવવા માટે પોતાનો સ્ટેન્ડને પુનરાવર્તિત કર્યું છે.”
જો ધારા 370 નાબૂદ થશે તો જમ્મૂ કાશ્મીર બની જશે પેલેસ્ટાઈનઃ મહેબૂબા મુફ્તી
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીએ ધારા 370 પર એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, આ ધારાનો અંત થતાની સાથે જ જમ્મુ કાશ્મીર પર હિન્દુસ્તાનનો કબ્જો થઇ જશે.
તેમણે લખ્યું કે, “આ સમય લોકો કાવતરૂં રચી રહ્યા છે તેથી આ લેખ હું ફરી એક વખત શેયર કરી રહી છું.” જણાવી દઇએ કે કોંગ્રેસએ લોકસભા ચૂંટણી 2019 માટે પાર્ટીની જાહેરાત કરી દીધી છે. જેમાં AFSPA સહિત કેટલાક કાયદાઓની ફરી તપાસ કરવાનો સંદર્ભ કર્યો છે. મહેબૂબાએ કોંગ્રેસના આ પ્રસ્તાવનો સ્વાગત કર્યો છે. જો કે, ભાજપે આ પ્રસ્તાવને દેશની સુરક્ષા માટે નુકસાનકારક જણાવ્યું છે. હરિંદર બાવેજાએ ટ્વીટ પર જવાબ આપતા કહ્યું કે, મહેબૂબાએ ભારત સરકાર પર એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે.
મહેબૂબાએ કેન્દ્ર પર કાશ્મીરના લોકોનો વિકાસ રોકવા, લોકોને જેલમાં નાખવા, મૂળ અધિકારોથી વંચિત રાખવા બાબતે દુઃખ વ્યકત કર્યો હતો. જણાવી દઇએ કે, 2014ના લોકસભા ચૂંટણી અગાઉ ભાજપે જાહેરાત પત્રમાં જમ્મુ કાશ્મીરથી ભારતીય સંવિધાનના આર્ટિકલ 370ને નાબૂદ કરવા અનુરોધ કર્યો હતો.