ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટે અર્નબને આપ્યા જામીન, મહારાષ્ટ્ર સરકાર પર કરી આકરી ટિપ્પણી - આર્કિટેક્ટ આપઘાત કેસ મહારાષ્ટ્ર

ઈન્ટિરિયર ડિઝાઈનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલે અર્નબ ગોસ્વામીની મહારાષ્ટ્રમાં ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ હાઈકોર્ટ દ્વારા તેમની જામીન અરજી નકાર્યા બાદ અર્નબ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. અર્નબની જામીન અરજી પર સર્વોચ્ચ ન્યાયાલયે સુનાવણી કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પર આકરી ટિપ્પણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે અર્નબને આપ્યા જામીન, મહારાષ્ટ્ર સરકાર પર થઈ આકરી ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે અર્નબને આપ્યા જામીન, મહારાષ્ટ્ર સરકાર પર થઈ આકરી ટિપ્પણી

By

Published : Nov 11, 2020, 6:37 PM IST

  • સુપ્રીમ કોર્ટે અર્નબ ગોસ્વામીને જામીન આપ્યા
  • સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઊઠાવ્યા
  • સુપ્રીમ કોર્ટે પોલીસ ઉપર પણ અનેક સવાલ ઊઠાવ્યા

નવી દિલ્હીઃ અર્નબ ગોસ્વામીની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી છે. અર્નબ તરફથી કેસ લડતા વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેએ આ મામલામાં સીબીઆઈ તપાસની માગ કરી છે. સાલ્વેએ બોમ્બે હાઈકોર્ટના 9 નવેમ્બરના આદેશને પડકાર આપનારી અરજી પર દલીલ રજૂ કરી અનેક સવાલ ઊભા કર્યા છે. અર્નબ ગોસ્વામીની અપીલમાં બોમ્બે હાઈકોર્ટના આદેશ ઉપરાંત મહારાષ્ટ્ર પોલીસની કાર્યવાહી પર પણ અનેક સવાલ ઊભા કર્યા છે. જણાવી દઈએ કે, ઉચ્ચ કોર્ટ 2018ના આપઘાત મામલામાં અર્નબને આગોતરા જામીન ન મળવા મામલે સુનાવણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે અર્નબને આપ્યા જામીન, મહારાષ્ટ્ર સરકાર પર થઈ આકરી ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઊઠાવ્યા

ન્યાયાધીશ ધનંજય વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધીશ ઈન્દિરા બેનર્જીની પીઠે રાજ્ય સરકાર પાસે જાણવા માગે છે કે, શું ગોસ્વામીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની શું જરૂર હતી, કારણ કે તે વ્યક્તિગત આઝાદીથી સંબંધિત મામલો છે. પીઠે મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઊઠાવ્યા અને કહ્યું, આવી રીતે કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત આઝાદી પર તરાપ મારવી એ ન્યાયની મજાક ઊડાવવા જેવું છે. પીઠે ટિપ્પણી કરી કે, ભારતીય લોકતંત્રમાં અસાધારણ સહનશક્તિ છે અને મહારાષ્ટ્ર્ સરકારે આ તમામને અવગણવું જોઈએ. ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું, તેમની જે પણ વિચારધારા હોય. હું તો તેમની ચેનલ નથી જોતો પરંતુ બંધારણીય કોર્ટ આજે આ મામલામાં હસ્તક્ષેપ નહીં કરે. અમે નિર્વિવાદ તરફ વધી રહ્યા છે. પીઠે કહ્યું, સવાલ એ છે કે, શું તમે આ આરોપોના કારણે વ્યક્તિને તેમની વ્યક્તિગત આઝાદીથી દૂર ન કરી શકાય.

સહ આરોપીની પણ જામીન અરજી પર સુનાવણી કરશે

પોલીસે આરોપીની કસ્ટડી ન આપવાથી જોડાયેલા મેજિસ્ટ્રેટના આદેશને અલીબાગની સત્ર કોર્ટમાં પડકાર આપ્યો છે. મંગળવારે આ અરજી પર વિચાર દરમિયાન અલીબાગની એડિશનલ સેશન્સ જજ આર. જી. મલાશેટ્ટીએ કહ્યું કે, કોર્ટ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી અરજી પર 12 નવેમ્બરે નિર્ણય સંભળાવશે. કોર્ટે કહ્યું, ગોસ્વામી અને સહઆરોપી ફિરોઝ શેખ તથા નીતિશ સારદાની જામીન અરજીઓ પણ તે જ દિવસે સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે, અર્નબ ગોસ્વામી અને અન્ય બે આરોપીઓને મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details