નૂર બાનો ઉત્તર પ્રદેશની રામપુર બેઠકથી કોંગ્રેસના સાંસદ રહી ચૂંક્યા છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, પુલવામામાં જે થયું તે ખરાબ થયું. જેની અસર થઈ છે. તેમણે કહ્યું કે, ન્યૂઝ ચેનલ પર મેં જે સાંભળ્યું કે હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
#Pulwama: પૂર્વ કોંગ્રેસ સાંસદે કહ્યું- હુમલા માટે સેના જવાબદાર
નવી દિલ્હી: પૂર્વ કોંગ્રેસ સાંસદે પુલવામામાં થયેલા આંતકી હુમલા માટે સેનાને જાવબદાર ગણી છે. આ નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટી નિશાના પર છે. તમને જણાવી દઈએ કે પુલવામામાં CRPFના કાફલા પર થયેલા હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા હતા.
સ્પોટ ફોટો
નૂર બાનોએ કહ્યું કે, સેના પાસે પોતાની સિક્યોરિટી હતી. તેમને પહેલા જ ખબર હતી કે હુમલો થઈ શકે છે. જો અલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય તો આટલી મોટી લાપરવાહી કેમ થઈ ગઈ? તેમણે કહ્યું કે, અલર્ટ જાહેર થયા બાદ પણ હુમલો થયો તો પુરી જવાબદારી સેનાની છે, અથવા ગૃહમંત્રાલય જવાબદાર છે.