છત્તીસગઢના બાગનદી અને બોરતલાવ વચ્ચે મહારાષ્ટ્ર સીમા નજીક શેરપાર અને સીતાગોટા વચ્ચે પહાડી વિસ્તારમાં આર્મી-નક્સલીની અથડામણ થઈ હતી. જેમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા છે.
છત્તીસગઢમાં આર્મીએ 7 નક્સલવાદીનું કર્યું એન્કાઉન્ટર
રાજનંદગાંવઃ છત્તીસગઢ રાજ્યના બાગનદી અને બોરતલાવ વચ્ચે મહારાષ્ટ્ર સીમા નજીક શેરપાર અને સીતાગોટા વચ્ચે પહાડી વિસ્તારમાં આર્મી-નક્સલવાદીની અથડામણ થઈ હતી. જેમાં સાત નક્સલીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે.
File Photo
અહીં નક્સલીઓ હોવાની સૂચના પર જિલ્લાના દળો, ડીઆરજી અને સીએએફ રવાના કરવામાં આવ્યા હતા. નક્સલીઓના મૃતદેહ સહિત પોલીસે AK-47, 303 રાઈફલ, 12 બોર બંદુક, સિંગલ શોટ રાયફલ તથા અન્ય નક્સલી સામગ્રી જપ્ત કરી છે.