ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BREAKING: દિલ્હીમાં આગનો સીલસીલો યથાવત, 250 ઝુંપડીઓ બળીને ખાક - broke

નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીના એક વિસ્તાર શહીદ ભગત સિંહ કેંપમાં અચાનક આગ લાગી હતી, જેને લઇને ધણા ઝુંપડાઓ બળીને ખાક થઇ ગયા હતા. જેને લઇને ફાયર વિભાગની 28 ગાડિઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, હાલમાં આ આગ પર કાબુ મેળવાયો છે.

સ્પોટ ફોટો

By

Published : Feb 13, 2019, 3:28 PM IST

Updated : Feb 13, 2019, 3:42 PM IST

દિલ્હીમાં મંગળવારે કરોલબાગની એક હોટલમાં આગ લાગતા ધણા લોકોનું મૃત્યું થયું હતું. જે ધટના હજુ સુધી પૂર્ણ થઇ નથી ત્યાં તેની થોડી કલાકોમાં જ ગતરાત્રીએ દિલ્હીના શહીદ ભગત સિંહ કેંપમાં અચાનક આગ લાગી હતી. જેને લઇને ધણી ઝુંપડીઓ આગમાં બળીને ખાક થઇ ગઇ હતી. આ આગને લઇને ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર હાજર રહી આગને કાબુમાં લીધી હતી.

આગ ભીષણ હોવાને લઇને ફાયરની 28 ગાડીઓની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આ ભીષણ આગને કારણે 300થી વધુ ઝુ્ંપડીઓ આગમાં બળીને ખાક થઇ ગઇ હતી. જેના પગલે ધણા પરિવારો બેઘર થયા છે. હાલમાં આ આગનું કારણ અકબંધ છે.

Last Updated : Feb 13, 2019, 3:42 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details