ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મિઝોરમમાં ફરી એકવાર ધ્રુજી ધરતી, 4.1 તીવ્રતાનો આંચકો અનુભવાયો

બુધવારે ફરી એકવાર મિઝોરમમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. દક્ષિણ- પશ્ચિમમાં રેક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાનો ભુકંપ અનુભવાયો હતો.

Etv Bharat, Gujarati News Earthquake in Mizoram
Earthquake in Mizoram

By

Published : Jun 24, 2020, 9:44 AM IST

આઈઝોલ: મિઝોરમમાં સતત ભુકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. બુધવારે ફરી એકવાર રાજ્યની ધરતી ભુકંપથી કંપી ઉઠી હતી. ભુકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું કે, મિઝોરમમાં આજે સવારે 8:02 કલાકે ચમ્ફાઇના 31 કિમી દક્ષિણ, દક્ષિણ- પશ્ચિમમાં રેક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાનો ભુકંપ અનુભવાયો હતો.

આ પહેલા મિઝોરમમાં મંગળવારે મોડી રાત્રે 11 કલાકને 3 મીનિટે ભુકંપના ઝટકા અનુભવાયા હતા. NCS અનુસાર રેક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઇ હતી અને ભુકંપનું કેન્દ્ર ચમ્ફાઇ જિલ્લાના 70 કિમી દક્ષિણ-પૂર્વમાં હતું.

મિઝોરમમાં 4.1ની તિવ્રતાનો ભુકંપ

સોમવારે પણ 5.3ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો. જેમાં મકાન ક્ષતિગ્રસ્ત થયા હતા અને રસ્તાઓ પર કેટલીક જગ્યાએ તિરાડો પડી હતી. રાજ્યના ભૂગર્ભશાસ્ત્ર અને ખનીજ સંસાધન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ભુકંપથી કોઇપણ અકસ્માત થવાની માહિતી સામે આવી નથી.

તેમણે કહ્યું કે, ભુકંપને કારણે ચમ્ફાઇ જિલ્લામાં એક ચર્ચ સહિત અનેક ભવન અને ઇમારતો ક્ષતિગ્રસ્ત થઇ છે, તો કેટલીક જગ્યાએ માર્ગ અને રાજમાર્ગો પર તિરાડો પડી છે.

ABOUT THE AUTHOR

...view details