નવી દિલ્હીઃ મળતી માહીતી આનુસાર તિહાડ જેલના હાઈ રિસ્ક સેલમાંથી 5 મોબાઇલ મળી આવ્યા છે. તિહાડ વહીવટીતંત્રએ દરોડા પાડ્યાં હતા. જેમાં કેદીઓ પાસેથી મોબાઇલ, ચાર્જર અને સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. તિહાડ જેલના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે જેલમાં તૈનાત સુરક્ષા જવાનો આ મોબાઇલ અને ચાર્જર પહોંચાડવામાં મદદ કરતા હોવાનું જાણવા મળ્યુ છે. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
- તિહાડ જેલના હાઈ રિસ્ક સેલમાંથી 5 મોબાઇલ મળી આવ્યા
- કેદીઓ પાસેથી મોબાઇલ, ચાર્જર અને સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા
- કેદીઓ મોબાઇલ વાપરવા માટે હજારો રૂપિયા ચૂકવે છે