જમ્મુ-કાશ્મીરમાં લાગુ પડતી 370ની કલમ અંગે મોદી સરકાર વતી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, દિલ્હીની જેમ જ જમ્મુ-કાશ્મીર હવે રાજ્ય નહીં પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે, જેમાં વિધાનસભા રહેશે. જ્યારે લદાખને દીવ-દમણની જેમ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવશે.
ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા રાજ્યસભામાં જણાવવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ વટહુકમ પર 2 ઑગસ્ટના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં વધારે સેના તહેનાત કરવામાં આવી છે. કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે અને ઘણાં રાજકીય નેતાઓને પણ નજર કેદ કરવામાં આવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે પહેલાં વડાપ્રધાને અમિત શાહ અને અજીત ડોભાલ સાથે બેઠક કરી હતી. અને ત્યારપછી કેબિનેટ બેઠક કરવામાં આવી હતી.
રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાં આર્થિક પછાત વર્ગો માટે 10 ટકા અનામત સંબંધિત બિલ રજૂ કરશે. આ બિલ 28 જૂને લોકસભામાં પાસ થઈ ચૂક્યું છે. મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અનામત સુધારમા બિલ 2019માં કાશ્મીરમાં સીમા વિસ્તારોના નાગરિકોને ખાસ અનામત આપવાની જોગવાઈ સામેલ કરી છે. જેથી તેમને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે બરાબરીનો મોકો મળી શકે.
અમરનાથ યાત્રિકો તથા પ્રવાસીઓને જમ્મૂ કાશ્મીરથી પરત ફરવાની સૂચના આપવામાં આવી હતી. હાલ જમ્મુ કાશ્મીરનો મુદ્દો વધારે બની રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ગત રાતથી શાળા કોલેજ બંધની જાહેરાત કરવામાં આવી છે તો સાથે જ ઈન્ટરનેટ સેવા બંધ અને કલમ144 લાગુ કરવામાં આવી છે. જે મુદ્દે વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને એક મહત્વની બેઠક શરૂ થઈ ગઈ છે. જેમાં જમ્મુ કાશ્મીરના મુદ્દાને લઇ મહત્વની ચર્ચા કરવામાં આવશે.
મળતી માહીતી મુજબ આ બેઠકને ખાનગી રાખવા માટે વડાપ્રધાનના નિવાસ સ્થાને યોજવામાં આવી રહી છે.જમ્મૂ કાશ્મીરના સિવાય સંસદીય બાબતની કેબિનેટ બેઠક (CCPA) પણ યોજવવામાં આવશે. AAI મુજબ શનિવારે 6,216 યાત્રીકોને શ્રીનગર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા.તેમાંથી 5,829 યાત્રિકોને 32 વિમાનોમાં યાત્રા કરી હતી. તો આ સિવાય 387 યાત્રિક ભારતીય વાયુસેનાના વિમાનમાં સવાર હતા.
મળતી માહીતી મુજબ સોમવારે CCPAની બેઠકમાં સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યામાં વધારો કરવાના બિલ પર વિચાર કરવામાં આવશે. સરકાર સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા સંશોધન બિલ 2019 લોકસભામાં રજૂ કરવા માંગે છે. પરંતુ આ બેઠકમાં જમ્મુ કાશ્મીર મુદ્દા પર વધારે બાર મુકવામાં આવશે.