પુલવામામાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, બંને આતંકી ઠાર
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પુલવામાના પિંગલિનામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલું છે, જેમાં સેનાના 4 જવાન શહિદ થયાની માહિતી સામે આવી છે. જો કે સેના દ્વારા હજી પણ સર્ચ ઓપરેશન ચાલું છે. અથડામણના જૈશ-એ-મહોમ્મદના બંને આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. હુમલાનો માસ્ટર માઈન્ડ કામરાન અને અબ્દુલ રાશિદ ગાઝીને ઠાર કરી દેવામાં આવ્યા છે. ભારતીય સેનાના એક મેજર અને 4 જવાન શહીદ થયા છે. એક સ્થાનિક નાગરિકનું પણ મોત થયું છે.
જાણવા મળતી માહિતી મુજબ 2 થી 3 આતંકીઓને સેનાએ ઘેરી રાખ્યા છે અને આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ જોઈન્ટ ઓપરેશનમાં 55 RR, CRPF અને SOG પુલવામા સામેલ છે. પુલવામામાં ગુરુવારે CRPFના કાફલા પર આતંકી હુમલો થયો હતો. જેમાં 40થી વધુ જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી આતકી સંગઠન જૈશ એ મહોમ્મદે લીધી હતી. હુમલાનો માસ્ટર માઈન્ડ આદિલ અહમદ કાશ્મીરના પુલવામાનો રહેવાસી છે. ગૃહ મંત્રાલયનું નિવદેન ગૃહ મંત્રાલયે રવિવારે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં સામાન પહોંચાડવા અને અભ્યાસગત કારણોથી સુરક્ષા દળોના કાફલાની રસ્તા પરથી જવું આવશ્યક છે અને જેથી આ ચાલુ રહશે. પરંતુ મંત્રાલયે રાજ્યમાં સૈનિકોને પહોંચાડવા માટે હવાઈ સેવાઓ વધારી છે. અલગાવવાદીઓની સુરક્ષા પાછી લેવામાં આવી પુલવામા આતંકી હુમલાને જોઈને સરકારે અલગાવવાદી નેતાઓની મળનારી સુરક્ષા પાછી લઈ લીધી છે, જેમાં ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સ(APHC)ના ચેરમેન મીરવાઈઝ ઉમર ફારૂક,શબ્બીર શાહ, હાશિમ કુરૈશી, બિલાલ લોન, ફઝલ હક કુરૈશી અને અબ્બુલ ગની બટ સામેલ છે. અધિકારીઓએ કહ્યું કે, આ 6 નેતાઓ અને બીજા અલગાવવાદીઓને કોઈ પણ પ્રકારની સુરક્ષા નહી આપવામાં આવે.