ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુજરાતની હાઈપ્રોફાઈલ બેઠક પર અમિત શાહ જ કેમ, અડવાણી કેમ નહીં - ADVANI

ન્યુઝ ડેસ્ક: લોકસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યુ છે, જેને લઈ તમામ પક્ષ પોત પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. આ શ્રેણીમાં ગત રોજ ભાજપે પણ 184 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે આ યાદીમાં સૌથી મહત્ત્વની ગાંધીનગર બેઠક પરથી 6 વખતથી જીતતા આવતા ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીનું પત્તુ કાપી પાર્ટી અધ્યક્ષ અમિત શાહને મોકો આપ્યો છે.

અમીત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે

By

Published : Mar 22, 2019, 1:22 PM IST

Updated : Mar 22, 2019, 1:46 PM IST

લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ ગઈ છે જેમાં દેશની અલગ અલગ 184 બેઠકો પર નામ બહાર આવી ગયા છે. આ યાદીમાં ગુજરાતની એક માત્ર હાઈપ્રોફાઈલ બેઠક મનાતી ગાંધીનગર સીટ પરથી ચોંકાવનારો ખુલાસો થયો છે. સતત 6 વખત સાંસદ રહી ચૂકેલા BJPના ટોંચના સિનિયર નેતા એવા લાલકૃષ્ણ અડવાણીનુ પત્તું કપાઈ ગયું છે.

અહીં ઉલ્લેખનીય છે કે, પ્રથમ યાદીમાં તો અડવાણીનું નામ જાહેર થયું નથી, બની શકે કે, બીજી યાદીમાં તેમનું નામ જાહેર થાય.

આપને જણાવી દઈએ કે, ગાંધીનગર સીટ પરથી અડવાણી 1998ના સમયથી જીતતા આવ્યા છે. જ્યારે આ વખતે BJPએ તેમને સાઇડ લાઇન કરી નાખ્યા છે, તેનું કારણ તો એક માત્ર જ કહી શકાય કે અડવાણીની ઉંમરને લઈને BJPએ તેમને સાઇડલાઇન કર્યા હોય.

આ સમગ્ર બાબતને લઇને હાલ લોકોમાં માત્ર એક જ ચર્ચાનો વિષય બન્યો છે કે, ગાંધીનગર બેઠક પરથી અડવાણીને કેમ ટીકીટ ન અપાઇ અને અમિત શાહના જ નામની જાહેરાત થઈ?

Last Updated : Mar 22, 2019, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details