ગુજરાત

gujarat

ETV Bharat / bharat

370 સમાપ્તિ: બિલ રજૂ કરતી વખતે મનમાં ડર હતો: અમિત શાહ - 370 સમાપ્તિ

ચેન્નઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370ને હટાવતી વખતે તેમના મનમાં કેવી પ્રતિક્રિયા ચાલી રહી હતી તે અંગેનો આજે ખુલાસો કર્યો છે. અમિત શાહે ચેન્નઈમાં રાજ્યસભા સભાપતિ વેંકૈયા નાયડૂની જીંદગી પર લખાયેલા પુસ્તકનું વિમોચન કરતી વખતે તેમણે આ વાતનો ખુલાસો કર્યો હતો.

file

By

Published : Aug 11, 2019, 2:17 PM IST

જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવતી વખતે ગૃહપ્રધાન અમિત શાહના મનમાં જે વિચારો આવતા હતા તે અંગેની આજે તેમણે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ અંગે કહ્યું હતું કે, બિલ રજૂ કરતે વખતે મનમાં ડર હતો. જમ્મુ કાશ્મીરમાં 370 હટાવવાને લઈ કોઈ ડર નહોતો, પણ જ્યારે આ બિલ રાજ્યસભામાં રજૂ થશે ત્યાર બાદ સદન ચાલશે કેવી રીતે આ વાતને લઈ મનમાં ગડમથલ ચાલતી હતી.

અમિત શાહે અહીં જણાવ્યું હતું કે, રાજ્યસભામાં અમારી પાસે પૂર્ણ બહુમત નથી, તેમ છતાં અમે નક્કી કર્યું હતું કે, પહેલા રાજ્યસભામાં બિલ લઈને જઈશું, ત્યાર બાદ લોકસભામાં જઈશું.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, સાંસદ હોવાના નાતે મને પૂર્ણ વિશ્વાસ હતો કે, આર્ટિકલ 370 જમ્મુ કાશ્મીરમાંથી બહુ પહેલા હટી જવુ જોઈતુ હતું. ગૃહ પ્રધાન હોવાના નાતે મારા મગજમાં કોઈ એવો ભ્રમ નહોતો કે, 370 હટાવતી વખતે તેના શું સંભવિત પરિણામ આવશે. હવે કાશ્મીરમાં આતંકવાદ સમાપ્ત થઈ જશે તથા કાશ્મીર વિકાસ તરફ ગતિ કરશે.

ABOUT THE AUTHOR

...view details