ઉલ્લેખનીય છે કે, NSA હાલમાં થોડા દિવસ તો ઘાટીમાં હતા, જ્યાં તેમણે જે પ્રકારીની હાલત જોઈ છે, તે અંગેનો હેવાલ દિલ્હીમાં રજૂ કર્યો છે.
કાશ્મીરની પરિસ્થિતી પર શાહ-ડોભાલ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક - અજીત ડોભાલ
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં તાજેતરની હાલતને લઈ ગૃહપ્રધાન અને NSA અજીત ડોભાલ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક થઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતીનો તાગ મેળવવા માટેની આ બેઠકને અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
file
આપને જણાવી દઈએ કે, આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ ઉપરાંત અજીત ડોભાલ તથા મોટા અધિકારીઓ સામેલ હતા.
અહીં મહત્વનું છે કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ત્યાંની પરિસ્થિતી હાલ નાજૂક છે. જ્યાં સરકારે ઘાટીમાં ફોન અને ઈન્ટરનેટ સેવાને પણ બંધ કરાવી દીધી હતી. જો કે, બે દિવસ પહેલા જ ત્યાં ઈન્ટરનેટ સેવા અને સુરક્ષામાં સુધારો કરવામાં આવ્યો છે.