ગુજરાત

gujarat

ETV Bharat / bharat

1982માં બૂથ-પોસ્ટર લગાવ્યાં, આજે ભાજપે મને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યોઃ શાહ - road show

અમદાવાદ: અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યાં તે પહેલા એક સભામાં કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, નીતિન ગડકરી, NDAના નેતા-શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ વિશેષ ઉપસ્થિત રહ્યાં છે.

અમિત શાહ

By

Published : Mar 30, 2019, 12:31 PM IST

અમિત શાહે કહ્યું કે, આ અવાજ નોર્થઈસ્ટમાં અવાજ જવો જોઈએ. અમે NDAના તમામ સાથી પક્ષોનું સ્વાગત કરીએ છીએ. મને 1982ના દિવસો યાદ આવ્યા છે. બૂથ પર પોસ્ટર લગાવતા આજે ભાજપે મને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યો. શાહે કહ્યું કે, મારા જીવનમાંથી ભાજપને કાઢી દો તો શૂન્ય રહી જાય. લાલકૃષ્ણ અડવાણી જ્યાંથી સાંસદ રહ્યા, મને ભાજપે ઉમેદવાર બનાવ્યો.

સભામાં કયા નેતાએ શું કહ્યું?

  1. વિજય રૂપાણી- લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર સીટ પર મોટી લીડથી જીતાડવાની ખાતરી આપું છું.
  2. પ્રકાશસિંઘ બાદલ- NDAમાં મોદી બાદ અમિત શાહને ગ્રાસ રૂટ લીડર, મોદીએ પાંચ વર્ષમાં દેશની સેવા કરી, દેશનું નામ વિશ્વની મહાન શક્તિઓમાં આપ્યું.
  3. ઉદ્ધવ ઠાકરેએ મરાઠીથી ભાષણ શરૂ કરી કહ્યું- અમારા મતભેદ હતા, પરંતુ સાથે બેઠા પછી કોઈ મતભેદ નથી. વિવાદો પુરા થઈ ગયા છે. અમારી વિચારધારા એક છે. હિન્દુત્વ અમારો શ્વાસ છે.
  4. રામવિલાસ પાસવાન- અમિત શાહ દેશના મહાન નેતા છે.
  5. રાજનાથસિંહ- અમિત શાહ જંગી બહુમતીથી જીતશે, અહીંથી લાલકૃષ્ણ અડવાણી જીતતા હતા. અમિત શાહ માટે હું અમદાવાદ આવ્યો છું. મોદી સરકાર ભારતનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. ભારત ટોપ 3 દેશોમાં આવી જશે.
  6. રાજનાથે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અપશબ્દો બોલે છે. રાહુલ કહે- ચોકીદાર ચોર છે, પરંતુ અમે કહીએ છીએ ચોકીદાર ચોર નહીં પ્યોર છે. હવે મોદીનું PM બનવાનું શ્યોર છે.
  7. મહત્વનું છે કે, NDAના નેતા અને વિવિધ કેન્દ્રીય પ્રધાન અમિત શાહના રોડ-શો અને સભામાં જોડાયા હતાં. જેમાં ખાસ પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન અને અકાલી દળના પ્રમુખ પ્રકાશસિંઘ બાદલ, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ, રામવિલાસ પાસવાન સહિતના નેતાઓએ હાજરી આપી છે.

ABOUT THE AUTHOR

...view details