આ ગ્રૃપ એર ઇન્ડિયાના વેચાણની રીતો નક્કી કરશે. જેમાં ચાર કેન્દ્રીય પ્રધાન હશે જેવા કે, ગૃહ પ્રધાન અમિત શાહ, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, વાણિજ્ય અને રેલ્વે પ્રધાન પીયૂષ ગોયલ અને એવિએશન મિનિસ્ટર હરદીપ પુરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એર ઈન્ડિયાના વેચાણ માટે બનેલી પેનલના વડા બન્યા અમિત શાહ, ગડકરીને હટાવી દીધા - amit shah
ન્યૂઝ ડેસ્કઃ સરકારી એવિએશન કંપનીના વેચાણ પર બનેલ પ્રધાનમંડળ પૈનલનું નેતૃત્વ હવેથી દેશના ગૃહ પ્રધાન અમિત શાહ કરશે. મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે, માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરીને આ રાષ્ટ્રીય જૂથમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે.
એર ઈન્ડીયા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોદી-2.0 સરકાર સત્તામાં આવ્યા બાદ સમૂહનું પુનઃ રચના કરવામાં આવી છે અને ગડકરી હવે આ ગ્રૃપનો ભાગ રહ્યા નથી. સૂત્રોએ જણાવ્યું કેસ AISAMની નવી રીતે રચના કરવામાં આવી છે. જેમાં પાંચની જગ્યાએ હવે માત્ર ચાર જ સભ્યો છે.