ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમેરિકાએ ઈરાન સાથે લીધો બદલો, સાઈબર અટેક કરી વળતો જવાબ આપ્યો

વોશિંગ્ટન: જાસૂસી ડ્રોન તોડી પડાવાની ઘટનાને લઈ ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાન પર સાયબર હુમલો કર્યો છે. અમેરિકાના શક્તિશાળી સર્વિલન્સ ડ્રોનને તોડી પડાયા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ખૂબ જ વધ્યો છે.

અમેરિકા ઈરાન પર લગાવશે મોટો પ્રતિબંધ

By

Published : Jun 23, 2019, 9:48 PM IST

અમેરિકાએ ઈરાનના મિસાઈલ કંટ્રોલ સિસ્ટમ અને જાસૂસી નેટવર્ક પર સાઈબર હુમલો કર્યો છે. હુમલાથી રોકેટ અને મિસાઈલ પ્રક્ષેપણમાં ઉપયોગ થનારા કોમ્પ્યૂટરને નુકસાન પહોચ્યુ હતુ.

અમેરિકાએ સામરિક ફોર્મૂજા જલડમરુ મધ્યમથી જહાજો પર નજર રાખનાર એક જાસૂસી સમૂહને નિશાને બનાવ્યું હતુ. અમેરિકાનો આરોપ છે કે, ઈરાને આ જગ્યા પર બે વખત તેલ ટેન્કર પર હુમલો કર્યો હતો.

ડોનાલ્ડ ટ્રંપ

બંને દેશો વચ્ચે પરમાણું કરારને લઈ તણાવ થયો હતો. ઈરાને અમેરિકાના ડ્રોનને નુકસાન કર્યુ હતુ. ઈરાનનો દાવો છે કે, ડ્રોને હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. આ હુમલા બાદ રાષ્ટ્રપતિ ટ્રંપે ટ્વીટ પર નારાજગી વ્યકત કરી ઈરાનની ટીકા કરી હતી. ટ્રંપે ઈરાન પર હુમલો કરવાની વાત કરી હતી.

જેને કારણે અમેરિકા પણ હવે ઈરાન પર મોટો પ્રતિબંધ લગાવશે.

ABOUT THE AUTHOR

...view details