કોલકાતાઃ એક એમ્બ્યુલન્સ ડ્રાઇવરે કથિત રૂપે બે છોકરાઓને, કે જેઓ કોરોના પોઝિટિવ છે અને તેમની માતાને વાહનમાંથી ઉતરવાની ફરજ પાડવામાં આવી હતી કારણ કે, તેઓ ભાડુ ચૂકવી શકતા નહોતા. તેમણે શહેરની બે હોસ્પિટલો વચ્ચે 6 કિલોમીટરની મુસાફરીની કરવા હજારો રુપિયાની માગ કરી હતી.
જો કે, ડૉકટરોની દખલ બાદ ડ્રાઈવર 2 હજાર રૂપિયામાં માન્યો હતો, એમ છોકરાના પિતાએ જણાવ્યું હતું.વધુમાં વાત કરીએ તો બંને ભાઇઓ - જેમાંથી એક નવ મહિનાનો અને બીજો સાડા નવ વર્ષનો છે. બંનેની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇલ્ડ હેલ્થ (આઈસીએચ) માં સારવાર ચાલી રહી છે. જેમનું શુક્રવારે કોરોનાનું સકારાત્મક પરીક્ષણ થયું હતું. જે બાદ તેમના પિતાએ એમ્બ્યુલન્સ ભાડે રાખીને તેમને રાજ્ય સરકાર સંચાલિત હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.