ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કારગિલ વિજય દિવસઃ અદભૂત યુદ્ધ કથા, કારગિલ યુદ્ધ - પાકિસ્તાન

ન્યૂઝ ડેસ્કઃ ઓપરેશન વિજયની સફળતાના નામ પર કારગિલ વિજય દિવસનું નામ આપવામાં આવ્યું હતું. 26 જુલાઈ 1999ના રોજ ભારતીય સેનાએ સફળતાપૂર્વક મુખ્ય ચૌકીની કમાન સાચવી. જે પાકિસ્તાની ઘુસપેઠિયો દ્વારા આપણી પાસેથી છીનવી લેવામાં આવી હતી. કારગિલ યુદ્ધ 60 થી પણ વધુ દિવસ માટે લડવામાં આવ્યું હતું. આ 26 જુલાઈના રોજ ખતમ થઈ ગયું અને પરિણામસ્વરૂપ બંને પક્ષ, ભારત અને પાકિસ્તાનના જીવનમાં નુકસાન પછી આપણને કારગિલની સંપત્તિ ફરીથી મળી ગઈ હતી. કારગિલ યુદ્ધના નાયકોના સન્માનમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસ કારગિલ સેક્ટર અને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ઉજવાય છે.

kargil

By

Published : Jul 26, 2019, 12:08 AM IST

તો આવો જાણીએ આ કારગિલની ગાથા વિશે...

એક ભરવાડ પોતાનાં ઢોર ચરાવી રહ્યો હતો અને ત્યાં જ તેણે બોર્ડર પાસે બંકર જોયા. તેણે તુરંત જ આ અંગેની જાણ ભારતીય સેનાને કરી હતી. અને 5મી મે 1999 એ કેપ્ટન સૌરભ કાલિયા સહિત છ જવાનોની ટીમ ત્યાં જઈ પહોંચી હતી પરંતુ પાકિસ્તાની સેનાએ આ જવાનોને ઘેરી લીધા હતા. અને છ એ જવાનોનાં મૃતદેહ ક્ષત-વિક્ષત હાલતમાં સેનાને મળ્યાં. જાંબાઝ જવાનોની આ કુરબાનીથી દેશ હચમચી ગયો.

અદભૂત યુદ્ધ કથા - કારગીલ યુદ્ધ

શિયાળાની ઋતુ અને ભૌગોલીક સ્થિતિનો ફાયદો ઉઠાવનાર પાકિસ્તાની સેનાને ધુળ ચટાવવાનું મન ભારતીય સેના બનાવી ચુકી હતી. 18000 ફૂટની ઊંચાઈવાળા કારગીલમાં શિયાળામાં તાપમાન -60 જેટલું નીચું હોય છે ત્યાં પાકિસ્તાનની સેનાએ આતંકવાદીઓના વેશમાં કારગીલ પહાડી પર કબજો જમાવી દીધો. પ્રાકૃતિક અવરોધો વચ્ચે ભારતીય સેના એ સત્તાવાર રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા-ઓપરેશન વિજય પાર પાડ્યું.

26 જુલાઇ 1999 એ ભારતીય સેનાએ કારગીલની પહાડીઓ પર લડેલા ખતરનાક યુદ્ધમાં પાકિસ્તાનને ખૂબ જ ખરાબ રીતે પરાસ્ત કર્યું હતું. પાકિસ્તાની સેના, ભારતીય સેના સામે ઘુંટણીયે પડી ગઇ. યુદ્ધમાં આપણા અનેક બહાદૂર જવાનોએ શહીદી વહોરી. ભારતમાતાના એ વીર જવાનોની શૌર્યગાથાને આજે પણ દેશ યાદ કરે છે. કારગીલ યુદ્ધ એ વિશ્વના યુદ્ધ ઇતિહાસમાં એક અજોડ યુદ્ધ છે.

ABOUT THE AUTHOR

...view details