પોલીસે કહ્યું કે, ભગવતી નગર યાત્રી નિવાસથી 4094 યાત્રિઓનો એક સમુહ શનિવારના રોજ 2 સુરક્ષા દળો સાથે રવાના થયો હતો.
એક પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, "આમાંથી 1,686 મુસાફરો બાલટાલ આધાર શિવિર જઈ રહ્યા છે. જ્યારે 2,408 યાત્રાળુઓ પહેલગામ આધાર શિવિરમાં જઈ રહ્યા છે."
બાબા બર્ફાની...19 દિવસનાં 2.38 લાખ શ્રદ્ધાળુઓએ કરી અમરનાથની યાત્રા પવિત્ર ગુફાની શોધ 1850માં એક મુસ્લિમ ભરવાડ બૂટા મલિકે કરી હતી.
લગભગ 150 વર્ષથી ભરવાડના વંશજોને પવિત્ર ગુફા પર આવનાર ચઢાવાનો કેટલાક ભાગ આપવામાં આવે છે.
આ વર્ષે, 45 દિવસની અમરનાથ યાત્રાનું સમાપન 15 ઓગસ્ટના રોજ શ્રાવણ પૂર્ણિમા સાથે થશે.