ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઇમરાનના નિવેદન પર અમરિન્દર સિંહના પ્રહાર, કહ્યું બહાવલપુરથી જૈશના પ્રમુખને પકડો - Masood Azhar

ચંદિગઢઃ પાકિસ્તાનના PM ઇમરાન ખાને પુલવામામાં થયેલા હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા માટે પૂરાવા માંગવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા પંજાબના CM અમરિન્દર સિંહ કહ્યું કે શું સુરક્ષા દળો દ્ધારા ઠાર કરવામાં આવેલા આતંકીઓના મૃતદહે તેમણે પૂરાવા માટે મોકલી દેવામાં આવે? શું તેઓ તેમને ઓળખી લેશે.

સ્પોટ ફોટો

By

Published : Feb 20, 2019, 9:51 AM IST

અમરિન્દર સિંહે ટ્વીટ કરીને કહ્યું કે ડિયર ઈમરાન ખાન જૈશના પ્રમુખ મસૂદ અઝહર બહાવલપુરમાં છે અને ISIની મદદથી હુમલાનું ષડયંત્ર રચે છે. જાઓ, તેને ત્યાંથી પકડી લો. જો તમે ના કરી શકો તો અમને કહો. તમે મુંબઈના 26/11 હુમલાના પૂરાવાનું શું કર્યું. હવે સમય વાતને અમલ કરવાનો છે.

પંજાબના CMએ કહ્યું કે, પુલવામા હુમલા માટે પાકિસ્તાને કડક કાર્યવાહી કરવી જોઈએ. હવે વાત કરવાની નહી કાર્યવાહી કરવાનો સમય છે. અમારા જવાનોની મોત સ્વીકાર્ય નથી. કોઈ પણ યુદ્ધ નથી ઈચ્છતા પરંતુ કૂટનીતુક, સૈન્ય અને આર્થિક દબાણ બનાવવાની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details