મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 માટે ભાજપ અને શિવસેના અને અન્ય પાર્ટીઓ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પરંતુ સીટની વહેંચણી અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 2 દિવસ પહેલા જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ-શિવસેના સાથે મળીને ચૂંટણી લડશે તેવી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે ગઠબંધન મુદ્દે પહેલાથી જ નિર્ણય લઈ લીધો છે હવે અમે સીટની વહેચણી પર ચર્ચાઓ કરી રહ્યા છીએ. જે ટુંક સમયમાં પુરી થશે.
શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધનની અટકળોનો આવ્યો અંત
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના આખરે ભાજપ અને શિવસેના વચ્ચે જોડાણની ઘોષણા કરવામાં આવી છે. મહાગઠબંધન અંગે વાતચીત ચાલી રહી હતી અને અંતે મહાગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી
આ પહેલા સીનિયર ભાજપના નેતા અને રાજ્ય સરકારના પ્રધાન ચંદ્રકાંત પાટિલે જાણકારી આપી હતી કે, સીટ વહેંચણી અંગે નિર્ણય લેવાઈ ગયો છે. તેમણે કહ્યું કે, સીટ વહેંચણીની જાણકારી ટૂંક સમયમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પત્રકાર પરિષદ કરી જાહેરાત કરશે.