મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાના નેતૃત્વમાં ચૂંટણી પંચની એક ટીમ બે દિવસના પ્રવાસ પર સોમવારે જમ્મુ-કાશ્મીર પહોંતી હતી. તે સમયે ચૂંટણી પંચની ટીમે રાજકીય પક્ષો સાથે બેઠક કરી હતી. બધા જ પક્ષોએ લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે કરવા પર સહમતિ દાખવી હતી.
જમ્મુ-કાશ્મીરઃ લોકસભા-વિધાનસભા ચૂંટણી એકસાથે કરવા તમામ પક્ષ રાજી - election
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરવાની વાતચીતને લઇને ચૂંટણી પંચે મંગળવારના રોજ રાજકીય પાર્ટીઓ સાથે વાતચીત કરી હતી. આ અંગે ચૂંટણી કમિશને જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં બધી જ રાજકીય પાર્ટીઓ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીને એક સાથે કરવા પર સહમત થયા છે.
સ્પોટ ફોટો
સુત્રોના જણાવ્યાં અનુસાર, એપ્રિલ-મેમાં દેશમાં લોકસભા ચૂંટણી થઇ શકે છે. એવામાં કેટલાક રાજ્યોમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ કરવામાં આવશે. એવી અટકળો ચાલી રહી છે. જેને લઇને જમ્મુ-કાશ્મીરમાં પણ આ સ્થિતિ બની શકે છે.
લોકસભાની ચૂંટણીને લઇને મુખ્ય ચૂંટણી કમિશ્નરે રાજકીય પક્ષો, તંત્ર અને અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. હકીકતમાં સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે, વિધાનસભા ભંગ થયા બાદ 6 મહિનાની અંદર ચૂંટણી થવી જોઇએ.