ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વર્લ્ડકપમાં ભારતની ક્યારે અને કોની સામે મેચ, જુઓ સમગ્ર કાર્યક્રમ

ન્યૂઝ ડેસ્કઃ 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલા વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેર કરવામાં આવી છે. જેમાં ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી છે. વાઈસ કેપ્ટન તરીકે રોહિત શર્માને સ્થાન મળ્યું છે. આ ટીમમાં 3 ગુજરાતીને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ સામેલ છે.

ફાઇલ ફોટો

By

Published : Apr 15, 2019, 5:29 PM IST

જાહેર થયેલી ટીમમાં બેટ્સમેન તરીકે રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, ms ધોની અને દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે ઓલરાઉન્ડરના તરીકે કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, વિજય શંકર અને હાર્દિક પંડ્યાને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે બોલર્સ તરીકે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને સામેલ કરવામાં આવ્યાં છે.

વર્લ્ડ કપમાં ભારતની કોની કાની સામે મેચ છે. જુઓ સમગ્ર કાર્યક્રમ

  • 25મી મે : (વૉર્મ અપ મેચ) ઇન્ડિયા vs ન્યુઝીલેન્ડ, ઓવલ
  • 28મી મે : (વૉર્મ અપ મેચ) ઇન્ડિયા vs બાંગ્લાદેશ, કાર્ડિફ
  1. ભારત vs દક્ષિણ આફ્રિકા, સાઉથેમ્પ્ટન - 5 જૂન
  2. ભારત vs ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ - 9 જૂન
  3. ભારત vs ન્યૂઝિલેન્ડ, ટ્રેન્ટ બ્રિજ - 13 જૂન
  4. ભારત vs પાકિસ્તાન, ઓલ્ડ ટ્રેફોર્ડ- 16 જૂન
  5. ભારત vs અફઘાનિસ્તાન, સાઉથેમ્પ્ટન - 22 જૂન
  6. ભારત vs વેસ્ટ ઈન્ડિઝ, ઓલ્ડ ટ્રેફોર્ડ - 27 જૂન
  7. ભારત vs ઇંગ્લેન્ડ, એજબેસ્ટન - 30 જૂન
  8. ભારત vs બાંગ્લાદેશ, એજબેસ્ટન - 2 જુલાઈ
  9. ભારત vs શ્રીલંકા, લીડ્ઝ - 6 જુલાઈ

9 જુલાઇ : સેમિફાઇનલ 1, ઓલ્ડ ટ્રેફર્ડ

11 જુલાઇ : સેમિ-ફાઇનલ 2, એજબેસ્ટન

14 જુલાઇ : અંતિમ, લોર્ડ્સ

ABOUT THE AUTHOR

...view details