એક બાજુ રાજ્યમાં છઠ્ઠ પૂજાના માહોલ વચ્ચે ચૂંટણીની તારીખો જાહેર થતાં રાજકીય પાર્ટીઓના દફતરોમાં ગરમાવો આવી ગયો છે. તમામ પાર્ટીઓ ચૂંટણીની તારીખનું સ્વાગત કરતા તૈયારીમાં જોતરાઈ ગયા છે. પણ હજુ સુધી ન તો સત્તાધારી ગઠબંધનની સ્થિતી સ્પષ્ટ છે, કે ન તો વિપક્ષી પાર્ટીઓના મહાગઠબંધનની સ્થિતી.
આ ચૂંટણીમાં મુખ્યપ્રધાન રઘુવર દાસના નેતૃત્વ વાળી ભાજપ સતત બીજી વાર પૂર્ણ બહુમત સાથે સત્તામાં વાપસી માટે 'અબકી બાર 65 પાર'ના નારા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવા થનગની રહ્યા છે. જ્યારે ઝારખંડ મુક્તિ મોર્ચા અને વિપક્ષી પાર્ટી ભાજપને સત્તામાંથી હટાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે.
લોકસભા ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત ભાજપ પોતાની સહયોગી પાર્ટી, ઑલ ઝારખંડ સ્ટૂડંટ યૂનિયન સાથે મળી ચૂંટણી લડવાની વાત કરી હતી, પણ હજુ સુધી તેની ઔપચારિક જાહેરાત કરી નથી.
ભાજપ પ્રવક્તા પ્રતુલ કુમાર શાહદેવનું કહેવું છે કે, ભાજપની સંપૂર્ણ તૈયારી છે. ભાજપ અને આજસૂ મળીને પોતે 65 પાર સીટો જીતીને આવશે.
પણ સૂત્રોના જણાવ્યાં અનુસાર હજુ સુધી ભાજપ અને આજસૂમાં સીટોની વહેંચણીને લઈ કોઈ વાતચીત થઈ નથી. અનેક સીટ પર કોંકડુ ગૂંચવાયેલું છે.
સૂત્રો દ્વારા મળેલી વિગતો મુજબ જોઈએ તો, અનેક નેતાઓ ભાજપમાં આવવાના કારણે ઘણી સીટો પર મૈત્રિય સંઘર્ષ થવાની સંભાવના છે.
ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેન સત્તામાં ફરી એક વાર વાપસી કરવા માટે બદલાવ યાત્રા અંતર્ગત મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોરેન અને કોંગ્રેસ સાથે મળીને ભાજપ વિરોધી માહોલ બનાવવામાં લાગી ગયા છે. પણ ભાજપ વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓનું કોઈ ગઠબંધન દેખાતુ નથી.