અલ્કા લાંબાએ ઉપરા ઉપરી બે ટ્વીટ કરી આઝમ ખાનને ઝપટમાં લીધા હતા. તેણે કહ્યું હતું કે, આઝમ ખાનના નિવેદન બાદ અમુક પુરુષ ઉમેદવારને ચેતવણી આપવી પડશે કે, તેઓ પોતાની ઔકાતમાં રહીને ચૂંટણી લડે તો વધારે સારુ થશે. પોતાની મર્યાદામાં રહે. થોડી તો શરમ રાખો...જોશમાં આવીને એ ન ભૂલી જતા કે, મંચ પરથી ઉતરી ઘરે જવાનું છે ત્યાં પોતાની માને શું મોઢું બતાવશો ?
આ શખ્સ દેશ માટે કલંક છે, આઝમ ખાનના નિવેદન પર અલ્કા લાંબા લાલઘૂમ - controversial statement
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના કદ્દાવર નેતા અને યુપીની રામપુર લોકસભા સીટ પરથી લોકસભા ઉમેદવાર આઝમ ખાનના એક નિવેદનને લઈ હાલ તાંડવ શરૂ થઈ ગયું છે. એક રેલીમાં સંબોધન કરતા આઝમ ખાને ભાજપ ઉમેદવાર જયા પ્રદાને લઈ અપશબ્દો કહ્યા હતા. જેને લઈ આપ ધારાસભ્ય અલ્કા લાંબા લાલઘૂમ થઈ ગઈ છે.
design photo
ત્યાર બાદ અન્ય એક ટ્વીટમાં તેણે કહ્યું હતું કે, કોઈ પણ મહિલા વિશે આવું નિવેદન આપનારો વ્યક્તિ એક કલંક છે, ઉત્તરપ્રદેશ માટે. હિન્દુસ્તાન માટે પણ, પોતાના સમાજ માટે તથા પોતાની પાર્ટી માટે પણ. આખરે કોઈ પણ મહિલા આવા વ્યક્તિને મત કેમ આપી શકે ? ભાષાની મર્યાદા દરરોજ વટાવી ખાય છે આ શખ્સ.