ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરહદ પર તણાવને ધ્યાનમાં રાખી જેટ એરવેઝના પાઈલટોએ આંદોલન રદ કર્યું - agitation

મુંબઈઃ જેટ એરવેઝના પાઈલોટના સંગઠન રાષ્ટ્રીય એવિએટર્સ ગિલ્ડ (NAG)એ દેશની પશ્ચિમ સીમા પર ગંભીર પરિસ્થીતીને ધ્યાનમા રાખી આગામી મહીનાનાં સુચિત આંદોલનને રદ કરવામા આવ્યુ છે. નરેશ ગોયલ દ્વારા સ્થાપિત આ એરલાઈનમાં 1600 પાઈલટ છે. જેનુ પ્રતિનિધિત્વ NAG દ્વાર કરવામા આવી રહ્યુ છે.

cancelled agitation

By

Published : Feb 28, 2019, 12:16 PM IST

મળતી માહિતી અનુસાર પાઇલટે સોમવારના રોજ કહ્યુ હતુ કે, પગારમાં વિલંબને લઈ વધારાની ફરજો નઈ નિભાવે અને કાળો બેન્ડ પહેરશે. ગત વર્ષે ઓગસ્ટથી તેના પાઇલટ્સ, એન્જિનિયરો અને વરિષ્ઠ મેનેજમેન્ટને સમય પર વેતન ચૂકવવામાં સક્ષમ નથી.

NAGએ તેના સભ્યોને પત્ર લખીને કહ્યુ હતું કે, તમે એ વાતથી અવગત છો કે, અમે 1 માર્ચથી ફ્લાઇટ સેફ્ટીની યોજના બનાવી રહ્યા હતા. પરંતુ સીમા પારની ઘટના બાદ દેશભરમાં ઉચ્ચ જાગૃતિ રાખવાની અને આવા સમયે દેશ સાથે ઊભા રહેવાની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details