ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગણામાં ટ્રેનિંગ એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત, 2 ટ્રેનર પાયલટના મોત - હૈદરાબાદ

હૈદરાબાદ: તેલંગણાના વિકારાબાદ જિલ્લાના સુલ્તાનપુર ગામમાં રવિવારે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા બે ટ્રેનર પાટલટના મોત થયા છે. જો કે ઘટના કેમ બની તે અંગે હજી કોઈ કારણ સામે આવ્યું નથી.

Telangana

By

Published : Oct 6, 2019, 5:02 PM IST

દુર્ઘટનામાં મુત્યુ પામનાર બંને પાયલોટની ઓળખ પ્રકાશ વિશાલ અને અમનપ્રીત કોર છે. બંને પાયલટ હૈદરાબાદના રાજીવ ગાંધી વિમાન એકાદમીના વિદ્યાથી હતા અને રવિવાર સવારે બેગમપેટ એરપોર્ટ પરથી તાલીમ માટે ઉડાણ ભરી હતી. ઉડાણના એક કલાક બાદ વિમાનનો રડાર સાથે સંર્પક તુટી ગયો હતો.

એરપોર્ટ પર હાજર એક અધિકારીએ જણાવ્યું કે, બાદ અમને દુર્ઘટના વિશે પોલીસ દ્રારા જાણ કરાઈ. વિકારાબાદ પોલીસ દુર્ઘટનાસ્થળ પર પહોંચી અને મૃતદેહોને કાટમાળમાંથી કાઢ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details