નવી દિલ્હી : કોરોના વાઈરસના કેસની સંખ્યા વધી રહી છે. આ સાથે તેની સામેની લડાઈ પણ વધુ અસરકારક અને ઝડપી બનાવાઈ રહી છે.
એઈમ્સનું ટ્રોમા સેન્ટર કોવિડ-19 માટે હોસ્પિટલમાં તબ્દિલ - કોરોના વાઈરસ
કોરોના વાઈરસ સામેની લડાઈમાં અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન(એઈમ્સ)ના ટ્રોમા સેન્ટરને કોવિડ-19 માટે હોસ્પિટલમાં તબ્દિલ કરવાનું નક્કી કરાયુ છે.
એઈમ્સના ટ્રોમા સેન્ટર કોવિડ-19 માટે હોસ્પિટલમાં તબ્દિલ
સરકાર દ્વારા એઈમ્સ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરને કોવિડ-19 માટે હોસ્પિટલમાં તબ્દિલ કરાશે. જયપ્રકાશ નારાયણ એક્સેસ ટ્રોમા સેન્ટરમાં 242 બેડની વ્યવસ્થા છે. જેમાં વધુ 18 બેડ ઉમેરી સંખ્યા 260 કરાશે. જેમાં 50 આઈસીયુ બેડનો પણ સમાવેશ થાય છે.