ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધી પર માનહાનિ કેસમાં અમદાવાદ કોર્ટે સમન્સ પાઠવ્યું - mp

અમદાવાદ: ગુજરાતમાં અમદાવાદની એક કોર્ટમાં ભાજપના એક સભ્ય દ્વારા નોંધાવેલા કેસ પર બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. ભાજપ સભ્ય દ્વારા નોંધાયેલા આ કેસમાં રાહુલ ગાંધી પર ગત મહિને મધ્ય પ્રદેશની એક ચૂંટણી રેલી દરમિયાન પાર્ટી અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવા બદલ માનહાનિનો આરોપ લગાવ્યો છે.

file

By

Published : May 2, 2019, 1:06 PM IST

આ કેસ કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ દ્વારા નોંધવામાં આવ્યો છે. બ્રહ્મભટ્ટે દલીલ કરી છે કે, કોંગ્રેસ અધ્યક્ષે રેલી દરમિયાન અમિત શાહને 'હત્યાના આરોપી' કહ્યા હતા. જે માનહાનિકારક તો હતું જ સાથે સાથે ખોટું પણ હતું કારણ કે, અમિત શાહને CBI અદાલતે કથિત રીતે નકલી સોહરાબુદ્દીન કેસ મામલે જાન્યુઆરી 2015 માં સમ્માન સાથે મુક્ત કર્યા હતા.

બ્રહ્મભટ્ટ શહેરના ખાડિયા વોર્ડમાંથી બીજેપીના કાઉન્સિલર છે. સમન્સ જાહેર કરતા દંડાધિકારી ડી.એસ. ડાભીએ 9 જુલાઇના રોજ સુનાવણીની આગામી તારીખે નક્કી કરી.

બ્રહ્મભટ્ટના વકીલે ટિપ્પણી કરતા કહ્યું કે, રાહુલ ગાંધી મધ્યપ્રદેશના જબલપુરમાં આ ટીપ્પણી કરી છે પરંતુ અમદાવાદની અદાલત આમાં ન્યાય કરી શકે છે, કારણ કે આ ભાષણનું પ્રસારણ રાષ્ટ્રીય ભાષણ તરીકે પ્રસારણ કરવામાં આવ્યું હતું અને શહેરના સમાચારપત્રોએ તેનો અહેવાલ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details