નવી દિલ્હી: રાજસ્થાનમાં રાજકીય ધમાસાણતો શાંત થયું છે. આ રાજકીય ચર્ચાની મુખ્ય ભમિકા ભજવનાર સચિન પાયલટને લઈ હજું સ્પષ્ટ નથી. સચિન પાયલટને રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદ્દ પરથી દૂર કરાયા છે, પરંતુ કોંગ્રેસના સુત્રોએ જણાવ્યું કે, રાહુલ ગાંધી હજુ પણ સચિન પાયલટ માટે કોંગ્રેસમાં દરવાજા ખુલ્લા રાખવા માંગે છે. આ પહેલા સચિન પાયલટ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, તેઓ ભાજપમાં સામેલ થશે નહીં. ગાંધી પરિવાર સામે તેમની છાપ ખરાબ કરવાની કોશિષ કરી રહ્યાં છે.
તો શું કોંગ્રેસ પાયલટ માટે પોતાના દરવાજા ખુલ્લા રાખવા માંગે છે?
રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકીય ઘમસાણ ચાલી રહ્યું છે. રાજસ્થાનમાં જોવા મળી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના સત્રોએ સચિન પાયલટને એક મેસેજ આપી કહ્યું કે, સચિન પાયલટ પાર્ટીના સભ્ય છે અને પાર્ટીના દરવાજા તેમના માટે હંમેશાથી ખુલ્લા છે.
તમને જણાવી દઈએ કે, રાજકીય ધમાસાણ હવે નરમ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે, ભાજપનું રાજસ્થાનમાં કરેલું કાવતરું નાકામ રહ્યું છે. કોંગ્રેસે સચિન પાયલટ અને તેમની સાથે બળવાખોર ધારાસભ્યોને કહ્યું હતું કે, બધા લોકો પાર્ટીની ફોરમમાં પોતાની વાત રજૂ કરી શકે છે.
સચિન પાયલટ સામેની કાર્યવાહી બાદ કોંગ્રેસ પક્ષમાં ગાંધી પરિવાર સામે અવાજો ઊભા થયા છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે ટ્વીટ કર્યું હતું કે, 'હું મારી પાર્ટી માટે ચિંતિત છું.પૂર્વ કેન્દ્રીય પ્રધાનો જિતિન પ્રસાદ, પૂર્વ સાંસદ પ્રિયા દત્ત અને સંજય ઝા પણ પાઇલટને સમર્થન આપતા નજરે પડ્યાં હતાં. જે બાદ સંજય ઝાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.