ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરઃ PDP નેતા મેહબૂબા મુફ્તી 14 મહિના બાદ નજર કેદમાંથી મુક્ત

જમ્મુ કાશ્મીર પ્રશાસને મેહબૂબાને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. તેમને 14 મહિના બાદ નજર કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મેહબૂબાની મુક્તિ બાદ તેમની પુત્રી અને પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લા સહિત કોંગ્રેસ નેતા સચિન પાયલટે ખુશી વ્યક્ત કરી છે.

pdp leader mehbooba mufti
pdp leader mehbooba mufti

By

Published : Oct 14, 2020, 12:57 PM IST

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મેહબૂબા મુફ્તીને મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય પ્રશાસનમાં સચિવ અને પ્રવક્તા રોહિત કંસલે કહ્યું હતું કે, પૂર્વ મુખ્યપ્રધાન મેહબૂબા મુફ્તીને મુક્ત કરવામાં આવશે, આપને જણાવી દઇએ કે, જમ્મુ કાશ્મીરમાં કલમ- 370 હટાવ્યા બાદ તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા, તેમના પર PSA લગાવવા પર મેહબૂબાએ 10 ફેબ્રુઆરીએ ટ્વીટ પણ કર્યું હતું. તેમણે પૂર્વ મુખ્યપ્રધાન વિરુદ્ધ જન સુરક્ષા કાનૂન (PSA) લગાવવા માટે આલોચના કરી હતી.

આ પહેલા મેહબૂબા સિવાયના અન્ય કેટલાક નેતાઓને પણ 1 વર્ષથી વધારે સમય સુધી નજરકેદ રખાયા છે. જમ્મુ કાશ્મીર પ્રશાસનના સચિવ રોહિત કંસલે મેહબૂબાની મુક્તી અંગે ટ્વીટ કરી જાણકારી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, મેહબૂબા મુફ્તીને 14 મહિના બાદ પ્રશાસને મુક્ત કર્યા હતા. ગત વર્ષે ઓગસ્ટમાં મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ-370 હટાવ્યા બાદ મેહબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ PSA હેઠળ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details