ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નોટબંધી બાદ 50 લાખ નોકરી ગાયબ, યુવાનો સૌથી વધુ પ્રભાવિત - india

નવી દિલ્હી: વર્ષ 2016-2018ની વચ્ચે લગભગ 50 લાખ લોકોને પોતાની નોકરીઓ ખોવાનો વારો આવ્યો હતો. એક રિપોર્ટમાં કહેવાયું છે કે, નોકરીઓમાં ઘટાડો નોટબંધીની સાથે જ થઈ ગયો હતો. જો કે, આ વાતનો કોઈ સીધો સંબંધ સિદ્ધ થયો નથી.

file photo

By

Published : Apr 17, 2019, 4:31 PM IST

એક યુનિવર્સિટીના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ માહિતી પ્રાપ્ત થઈ છે. જેમાં જણાવાયું છે કે, ભારતમાં સૌથી વધુ બેરોજગાર યુવાનો છે. આ રિપોર્ટનું શિર્ષક છે 'સ્ટેટ ઓફ વર્કિંગ ઈન્ડિયા'.

આ રિપોર્ટ મુજબ જોઈએ તો સામાન્ય રીતે મહિલાઓ પુરુષ કરતા વધારે પ્રભાવિત થઈ છે. જેમાં બેરોજગારી વધારે છે. સાથે સાથે શ્રમમાં પણ ભાગીદારીની ટકાવારી ઓછી છે.

આ રિપોર્ટમા જે રીતે ખુલાસો થયો છે તે જોતા સામાન્ય રીતે બેરોજગારી 2011 બાદ વધી છે. 2018માં કુલ બેરોજગારીની ટકાવારી 6 ટકાની આસપાસ હતી જો કે, 2000 થી 2011 વચ્ચે આ આંકડા ડબલ છે.

શહેરી મહિલાઓમાં કાર્યશીલ મહિલાઓની સંખ્યામાં સ્નાતક મહિલાઓ 10 ટકા છે. જ્યારે આમા 34 ટકા બેરોજગાર છે. 20-24 વર્ષની ઉંમરવાળા સૌથી વધારે બેરોજગાર છે.

પુરુષોમાં જોઈએ તો શહેરી પુરુષોમાં 13.5 ટકા કાર્યશીલ છે. જેમાં 60 ટકા લોકો બેરોજગાર છે.

ઉપરાંત આ રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે, ઉચ્ચ શિક્ષણમાં યોગ્યતામાં ખુલ્લી બેરોજગારીમાં વધારો થયો છે. ઓછો ભણેલા લોકોએ વધારે નોકરી ખોવાનો વારો આવ્યો છે. 2016 બાદ તો કામના પ્રમાણમાં વધારે ઘટાડો થયો છે.

ABOUT THE AUTHOR

...view details