તેજસ્વી યાદવે કોંગ્રેસની ન્યાય યોજનાના પણ વખાણ કરતા કહ્યું કે, આ યોજના દેશને બદલી શકે છે. આ યોજનાને કારણે દરેક ગરીબ લોકોને પૈસા મળશે. તેમણે કહ્યું કે, મોદીની રાજનીતિ બનાવટી છે, તેઓ જૂઠ્ઠુ બોલવાની ફેક્ટરી ચલાવે છે. વડાપ્રધાન મોદી ઉપરાંત નીતિશ કુમારને પણ ઝપટમાં લીધા હતા તેમણે કહ્યું હતું કે, એવો કોઈ સગો નથી કે, જેને નીતિશ કુમારે છેતર્યા ન હોય.
લાંબા સમય બાદ એક મંચ પર આવ્યા તેજસ્વી અને રાહુલ ગાંધી
ન્યૂઝ ડેસ્ક: બિહારના સમસ્તીપુરમાં આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને બિહારના નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ આજે એક મંચ પર સાથે જોવા મળ્યા હતાં. અહીં આ સભામાં તેજસ્વી યાદવે રાહુલ ગાંધીને આગામી વડાપ્રધાન ગણાવ્યા હતાં. આ સભામાં તેજસ્વીએ રાહુલ ગાંધીના ઘણા વખાણ કર્યા હતાં. વખાણ કરતા તેજસ્વીએ કહ્યું કે, આજે દેશને રાહુલ ગાંધીના જેવા વડાપ્રધાનની જરૂર છે.
file
અહીં આ સભામાં રાહુલ ગાંધીએ લોકોને અપિલ કરી હતી કે, તમારે કેવું બિહાર જોઈએ છે. તેમણે વધુમાં કહ્યું કે, જો અમારી સરકાર આવશે તો ખેડૂતો દેવું નહી ચૂકવે તો પણ તેમની જેલ થશે નહીં. સાથે સાથે રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર બરાબરના પ્રહારો કર્યા હતાં.