લખનઉ : UP એડીજી પ્રશાંત કુમારે કાનપુર પોલીસ હત્યાકાંડને લઇને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તે સમયે એડીજીએ જણાવ્યું કે મુખ્ય આરોપી વિકાસ દુબેની તપાસ સતત ચાલુ છે. એડીજી પ્રશાંત કુમારે વધુમાં જણાવ્યું કે, હમીરપુરમાં આજે STF અને સ્થાનિક પોલીસ સાથેની અથડામણમાં વિકાસ દુબેના નજીકના અમર દુબેને ઠાર માર્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગેંગસ્ટર વિકાસ દુબેની ધરકપડને લઇને ઉત્તર પ્રદેશ પોલીસ સતત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં આંટ ફેરા લગાવી રહી છે.
ADG પ્રશાંત કુમારે કાનપુર એન્કાઉન્ટર મામલે પત્રકાર પરિષદ યોજી
UPની રાજધાની લખનઉમાં કાનપુર પોલીસની હત્યાને લઇને UP એડીજી પ્રશાંત કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેઓએ જણાવ્યું હતું કે, તે શહીદ થયેલા 8 પોલીસકર્મીઓના મોતને વ્યર્થ જવા દેવામાં નહી આવે. પોલીસ સતત મુખ્ય આરોપી વિકાસ દુબેની શોધમાં છે.
ADG પ્રશાંત કુમારે કાનપુર એન્કાઉન્ટર મામલે પત્રકાર પરિષદ યોજી
એડીજી પ્રશાંત કુમારે આગળ જણાવતા કહ્યું કે હત્યાકાંડમાં શહીદ થયેલા 8 પોલીસ કર્મચારીઓના મોતને વ્યર્થ નહી જવા દઇએ. પોલીસ ગુનેગાર સામે એવી કાર્યવાહી કરશે કે ભવિષ્યમાં કોઇ ગુનેગાર આવો ગુનો ન કરે. એડીજીએ વધુમાં જણાવ્યું કે હરિયાણા પોલીસે વિકાસ દુબેના ત્રણ સાથીઓની ધરપકડ કરી છે. પોલીસે તમામ પાસેથી હથીયાર કબ્જે કર્યા છે. આ ઉપરાંત પોલીસને CCTV ફુટેજ પણ મળી આવ્યા છે.