ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જૌનપુરમાં શૌચ માટે ગયેલી મહિલા પર એસિડ હુમલો

જૌનપુર: ઉત્તરપ્રદેશમાં આવેલા જૌનપુર જિલ્લાના સુજાનગંજમાં મહિલા પર એસિડ ફેંકવાની ઘટના સામે આવી છે. જેમાં સુજાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં શૌચ માટે ગયેલી મહિલા પર એક યુવાન બળજબરી કરી રહ્યો હતો. ત્યારબાદ તે તેના ઈરાદાઓમાં સફળ ન થતા તેણે મહિલાના ખાનગી અંગો પર એસિડ ફેંકી દીધો હતો. મહિલાએ રાડારાડી કરતા આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા.  લોકોને આવતા જોઈને યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ લોકોએ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ પોલીસને થતા ફરિયાદ નોંધીને ફરાર યુવાનની શોધમાં ચક્રો ગતિમાન કર્યા છે.

જોનપુરમાં શૌચ માટે ગયેલી મહિલાના ખાનગી અંગો પર એસિડ એટેક

By

Published : Jul 13, 2019, 8:37 AM IST

સુજાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શૌચ માટે ગયેલી મહિલા પર પહેલાથી જ નજર રાખતા યુવકે બળજબરી કરવાના પ્રયત્નો કર્યા હતા. મહિલાના વિરોધ કરવા પર તેમજ યુવક તેના ઈદારાઓમાં સફળ ન થતા તેણે મહિલાના ખાનગી અંગો પર એસિડ ફેંકી દીધો હતો. જેના કારણે મહિલાને અત્યંત પીડા થતા જોરજોરથી રાડારાડી કરવા લાગી હતી. મહિલાનો અવાજ સાંભળીને લોકો મહિલાની તરફ આવવા લાગ્યા હતા. લોકોને આવતા જોઈને યુવાન ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસે મહિલાના પરિવારોને કરી હતી. જેના પર પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જૌનપુરમાં શૌચ માટે ગયેલી મહિલાના ખાનગી અંગો પર એસિડ એટેક

પોલીસ અધિકારી વિપિન કુમાર મિશ્રએ જણાવ્યું કે, સુજાનગંજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શૌચ માટે ગયેલી મહિલા પર એસિડ ફેંકવામાં આવ્યું હતું. જેના કારણે મહિલાના ખાનગી અંગોને નુકસાન પહોંચ્યું છે. આ મામલે ફરિયાદ નોંધીને ફરાર યુવાનને ઝડપવા માટે એક ટીમ યોજવામાં આવી છે. જલ્દી જ ફરાર યુવાનને ઝડપી લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details