ઔરંગાબાદના શહરાકડેમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અક્સમાત, 15ના મોત, 35 ધાયલ - ઔરંગાબાદ
ઔરંગાબાદ : વર્ધા ગામ નજીક ગમ્ખ્વાર અક્સમાત સર્જાયો છે. S.T બસ અને ટ્રક વચ્ચે થયેલા અક્સમાતમાં 15 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે ધાયલોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
etv bharat
આ ઘટના બાદ ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અક્સમાતમાં ડ્રાઈવર સહિત 15 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયુ છે. જ્યારે 35 લોકો ગંભીર રીતે ધાયલ છે. ધાયલ લોકોને વધુ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ક્યાં કારણોસર અકસ્માત થયો તેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.