ધોધમાર વરસાદના કારણે ભવનમાં દબાયેલાં લોકોની ચોક્કસ જાણકારી મળી નથી. જાણવા મળ્યું છે કે, આ ભવન હોટલનું છે. ASP શિવકુમાર શર્માએ જણાવ્યું છે કે, "સૂચના મળી હતી તે, ભવનમાં ઘણા લોકો દબાઇ ગયા છે એટલે અમે તાત્કાલિક ઘટનાના સ્થળે પહોચ્યાં હતા. ."
હિમાચલમાં બિલ્ડીંગ ધરાશાયી, આશરે બે ડઝન લોકો ફસાયા હોવાની આશંકા
સોલનઃ હિમાચલ પ્રદેેશમાં નાહન કુમારહટ્ટી રોડ પર એક બિલ્ડીંગ પડવાથી આશરે બે ડઝનથી વધુ લોકો દબાઇ ગયા હોવાની માહિતી મળી છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પ્રશાસનની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. ભવનમાં ભારતીય સેનાના જવાનો પણ દબાયા હોવાની જાણકારી મળી છે.
હિમાચલમાં ગંભીર અકસ્માત સર્જાયો, ગેસ્ટ હાઉસ પડવાથી આશરે બે ડઝન સેના જવાન ફસાયા
આ ઘટના વિશે આગળ વાત કરવાનું ટાળી ASP શિવકુમારે માહિતી આપવાની ના પાડી હતી. આમ, એક તરફ ભવનમાં બચાવ કામગીરી ચાલું છે. ત્યાં બીજી તરફ છેલ્લા 24થી વરસતાં વરસાદ કારણે સોલનમાં ભારે નુકસાન થઇ રહ્યું છે.