આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહે શુક્રવારે વાલ્મિકી સાથે આ અંગે મુલાકાત કરી બાદમાં જાહેરાત કરી હતી. તેમણે આ અંગે ટ્વીટ કરી જાહેરાત કરી કે, અખાડાના ભવાની મા પ્રયાગરાજથી આપના ઉમેદવાર હશે.
આમ આદમી પાર્ટીએ કિન્નર અખાડાના મહામંડલેશ્વર ભવાનીને બનાવ્યા ઉમેદવાર
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પ્રથમ કિન્નર ઉમેદવારના રૂપમાં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી કિન્નર અખાડાના મહામંડલેશ્વર ભવાનીનાથ વાલ્મિકીને મેદાનમાં ઉતાર્યા છે.
કિન્નર અખાડાના મહામંડલેશ્વર ભવાની
સિંહે કહ્યું હતું કે, તેમનો ઉમેદવાર વાલ્મિકી ચૂંટણી જીતી દેશમાં પ્રથમ કિન્નર સાંસદ બનશે. દિલ્હી આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના નિર્ણાયક મંડળની સભ્ય 46 વર્ષીય વાલ્મિકી સામાજીક કાર્યકર છે.