નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ની દેશની રાજધાની દિલ્હીમાં પ્રચંડ જીત બાદ મુખ્યપ્રધાન આવાસ પર રાજ્યના પદાધિકારઓની સાથે બેઠક કર્યા બાદ એક નિવેદનમાં જાણકારી આપી હતી કે, 'ત્રણ એજન્ડા પર કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે'. બીજા નિર્ણય પર એક પોસ્ટર અભિયાન ચલાવાશે. જેમાં એક મોબાઈલ નંબર પર લોકોને મિસ્ડ કોલ કરવા કહેવાશે.
દિલ્હીમાં પ્રચંડ જીત બાદ 'AAP' એક કરોડ સદસ્યોને જોડશે
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે જાણકારી આપતા કહ્યું હતું કે, પાર્ટી એક સાથે એક કરોડ લોકોને જોડવા માટે 23 ફેબ્રુઆરીથી 23 માર્ચ દેશવ્યાપી અભિયાન ચલાવશે, જાણો વિગતે
તેમણે વધુમાં કહ્યું કે, ત્રીજા નિર્ણય પર પાર્ટી બધા જ રાજ્યોની રાજધાની અને મુખ્ય શહેરોમાં સંવાદદાતા સમ્મેલનનું આયોજન કરશે. રાષ્ટ્ર નિર્માણ માટે લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવા આહવાન કરાશે. રાયે કહ્યું કે, અનેક રાજ્યોમાં આવનારા સમયમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાવાની છે. અમે આ અભિયાનને જમીની સ્તર પર ચલાવશું. જેથી આપ સ્થાનિક ચૂંટણી લડી શકે અને સારૂ પ્રદર્શન કરી શકે.
અભિયાન બાદ પાર્ટી નક્કી કરશે કે તે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી લડવી કે નહીં. પાર્ટી પહેલાથી જ સ્થાનિક ચૂંટણી લડવાનો નિર્ણય કરી ચૂકી છે. આમ આદમી પાર્ટી હાલમાં ચૂંટણી પંચમાં રાજ્ય પક્ષ તરીકે નોંધાયેલ છે અને તે 2017ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવી છે. આ બેઠકમાં બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, ગોવા અને કર્ણાટક સહિતના અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.