નવી દિલ્હી : દેશમાં કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે રવિવાર સાંજે કેન્દ્રીય પ્રધાનોની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, સ્મૃતિ ઈરાની, જી કિશન રેડ્ડી, પ્રકાશ જાવડેકર, પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને અન્ય વરિષ્ઠ પ્રધાનો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
કોરોના સામે લડાઈ: કેન્દ્રીય પ્રધાનોની બેઠકમાં ખોરાક, દવા અને ઉર્જા ઉત્પાદનોની ચર્ચા કરવામાં આવી - સંરક્ષણ પ્રધાન
દેશમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવાસ સ્થાને કેન્દ્રીય પ્રધાનોની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ સહિત અન્ય પ્રધાનો પણ હાજર રહ્યા હતા.
કોરોના વાઈરસ અને લોકડાઉન વચ્ચે કેન્દ્રીય પ્રધાનોની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
આ બેઠક સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના આવાસ પર યોજવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 979 કેસની પુષ્ટિ થઈ છે. જ્યારે 25 લોકોના મોતને ભેટી ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 106 નવા કેસ નોંધાયા છે. જ્યારે 6 લોકોના મોત થયા છે.
Last Updated : Mar 29, 2020, 7:51 PM IST