શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓએ એક પોલીસકર્મીનું તેના ઘરમાંથી અપહરણ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓએ ગુરુવારે રાત્રે 9.40 વાગ્યે શોપિયાના વેઇલ સ્થિત તેના ઘરમાંથી કોન્સ્ટેબલ જાવેદ જબ્બારનું અપહરણ કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, જબ્બારને હઝરતબલ વિસ્તારના એક પોલીસ અધિકારીની સુરક્ષા યુનિટમાં નિયુક્ત કરાયો હતો.
જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકવાદીઓએ કોન્સ્ટેબલનું અપહરણ કર્યું - Constable Javid Jabbar
જમ્મુ-કાશ્મીરના હજરતબલ વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ જાવેદ જબ્બારનું આતંદવાદીઓએ અપહરણ કરી લીધું છે. ઘટના અંગે પોલીસની ટીમે તપાસ શરૂ કરી છે.
જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકવાદીઓએ કોન્સ્ટેબલનું અપહરણ કર્યું
જ્યારે આ ઘટના બની ત્યારે જબ્બાર રજા પર તેના પરિવારને મળવા ગયો હતો. સુરક્ષા દળોએ જબ્બારને શોધવા તપાસ શરૂ કરી છે.